Waghodia: વાઘોડિયાના ભાનપુરા ગામ પાસે દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

Apr 11, 2026 - 06:30
Waghodia: વાઘોડિયાના ભાનપુરા ગામ પાસે દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, ભાનપુરાથી રુસ્તમપુરા રોડ ઉપર એક મોટર સાઇકલ ઉપર બે ઇસમો ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે રેડ કરતા ભાનપુરા ગામ નજીકથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટિકની બોટલો તથા બિયરની બોટલો નંગ 593 જેની કિં. રૂા.1,18,600 તથા પોલીસે અંગ જડતી કરતા એક મોબાઈલ મળ્યો હતો. જેની કિં. રૂા.5000 તથા બાઇકની કિં. રૂા.50 હજાર મળી કુલ રૂા.1,73,600ના મુદ્દામાલ સાથે બે ઈસમો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. પોલીસે તેમનું નામ ઠામ પૂછતા મોન્ટુ અમરસિંગ રાઠવા (રહે નાની સઢલી ગામ હોળી ફળિયુ પોસ્ટ રંગપુર તા.જિ. છોટાઉદેપુર) તથા મસ્તા શેગજી વસાવા (રહે રૂસ્તમપુરા વસાહત તા.વાઘોડિયા)ની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0