Ahmedabad News: ધોળકા-સરખેજ માર્ગ પર એસટી બસની ટક્કર વાગતાં બાઈક સવાર બે લોકોના મોત

Jul 2, 2026 - 23:00
Ahmedabad News: ધોળકા-સરખેજ માર્ગ પર એસટી બસની ટક્કર વાગતાં બાઈક સવાર બે લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા-સરખેજ માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, શેખડી કેનાલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એસટી બસ અને બાઈક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં માનવ મકવાણા અને ખેંગારભાઈ મકવાણા નામના બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, પરંતુ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ બંને વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. 

લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી

ઘટનાની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બસ તથા બાઈકને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. એસટી બસ અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર બસની અડફેટે આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.  

બંનેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું

અકસ્માત એટલો ભયાનક હતો કે ઈજાઓ વધુ હોવાથી ઈમરજન્સી સેવા પહોંચે તે પહેલાં જ બંનેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ધોળકા ટાઉન પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને પંચનામું કરવામાં આવ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર એસટી બસ અને ક્ષતિગ્રસ્ત બાઈકને કબ્જે કરી લીધા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat News : શહેરમાં વરસાદને લીધે 24 સ્થળોએ રસ્તા રસ્તા બેસી ગયા, 4 થી 5 કલાકમાં રિપેર કરી દેવાયા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0