Wadhwan: કોઠારિયા રોડ પર તળાવને ગેરકાયદેસર તોડી પાડયાની રજૂઆત

વઢવાણના કોઠારીયા રોડ પર આવેલ સીમ વિસ્તારમાં પશુપાલકો પોતાના પશુઓને ચરાવવા લઈ જાય છે. આ સ્થળે આવેલ એક તળાવ હાલ તોડી પાડવામાં આવ્યુ છે. ત્યારે આ અંગે પશુપાલકોએ વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરી છે.વઢવાણના માલધારી ચોકમાં મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે. જેઓ પોતાના દુધાળા પશુઓને કોઠારીયા રોડ પર આવેલ સીમ વિસ્તારમાં દરરોજ ચરાવવા લઈ જાય છે. આ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબા અને આજુબાજુના ખેતરોના શેઢા પર ઉગી નીકળેલ ઘાસ ફુસ પશુઓ ખાય છે. આ અંગે ખેડુતો અને માલધકારીઓને કોઈ વખત કોઈ અણબનાવ થયો નથી. આ ઉપરાંત કોઠારીયા રોડ પર આવેલ છાલીયા તળાવમાં પશુઓ વર્ષોથી પાણી પીવે છે. હાલ આ સ્થળે આયુર્વેદીક હોસ્પીટલ અને કોલેજ બનનાર હોઈ છાલીયા તળાવને તોડી નંખાયુ છે. ત્યારે માલધારી આગેવાન સતીશભાઈ ગમારાની સાથે શંકરભાઈ લાંબરીયા, વિક્રમભાઈ સરૈયા, મુળજીભાઈ કાટોડીયા, નાનુભાઈ ભરવાડ સહિતનાઓએ વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરી હતી. જેમાં તળાવમાં જેસીબી ફેરવી જમીન દોસ્ત કરી નાંખવામાં આવ્યુ હોવાની તથા પાણી કાઢી નાંખ્યાની રજુઆત કરાઈ છે. સરકાર એક તરફ ઐતીહાસી તળાવોની જાળવણી કરે છે ત્યારે ફરીથી આ તળાવ બનાવવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.

Wadhwan: કોઠારિયા રોડ પર તળાવને ગેરકાયદેસર તોડી પાડયાની રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણના કોઠારીયા રોડ પર આવેલ સીમ વિસ્તારમાં પશુપાલકો પોતાના પશુઓને ચરાવવા લઈ જાય છે. આ સ્થળે આવેલ એક તળાવ હાલ તોડી પાડવામાં આવ્યુ છે. ત્યારે આ અંગે પશુપાલકોએ વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરી છે.

વઢવાણના માલધારી ચોકમાં મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે. જેઓ પોતાના દુધાળા પશુઓને કોઠારીયા રોડ પર આવેલ સીમ વિસ્તારમાં દરરોજ ચરાવવા લઈ જાય છે. આ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબા અને આજુબાજુના ખેતરોના શેઢા પર ઉગી નીકળેલ ઘાસ ફુસ પશુઓ ખાય છે. આ અંગે ખેડુતો અને માલધકારીઓને કોઈ વખત કોઈ અણબનાવ થયો નથી. આ ઉપરાંત કોઠારીયા રોડ પર આવેલ છાલીયા તળાવમાં પશુઓ વર્ષોથી પાણી પીવે છે. હાલ આ સ્થળે આયુર્વેદીક હોસ્પીટલ અને કોલેજ બનનાર હોઈ છાલીયા તળાવને તોડી નંખાયુ છે. ત્યારે માલધારી આગેવાન સતીશભાઈ ગમારાની સાથે શંકરભાઈ લાંબરીયા, વિક્રમભાઈ સરૈયા, મુળજીભાઈ કાટોડીયા, નાનુભાઈ ભરવાડ સહિતનાઓએ વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરી હતી. જેમાં તળાવમાં જેસીબી ફેરવી જમીન દોસ્ત કરી નાંખવામાં આવ્યુ હોવાની તથા પાણી કાઢી નાંખ્યાની રજુઆત કરાઈ છે. સરકાર એક તરફ ઐતીહાસી તળાવોની જાળવણી કરે છે ત્યારે ફરીથી આ તળાવ બનાવવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.