Vyara: ડોલવણના બેડચીતના ખેડૂતની નદી કિનારાની જમીનનું ભારે ધોવાણ

Aug 24, 2026 - 04:00
Vyara: ડોલવણના બેડચીતના ખેડૂતની નદી કિનારાની જમીનનું ભારે ધોવાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડોલવણના બેડચીત ગામમાં પુર્ણા નદી કિનારે આવેલી ખેતીલાયક જમીનમાં થોડા સમય પહેલા નદીનું પાણી ધસી જતા આ જમીનનું ભારે ધોવાણ થયું હતું, ખેડૂતની ખેતીવાડી વીજલાઇન પણ તહસનસહ થતા મોટું નુકસાન ભોગવવાની નોબત આવી હતી, તેમણે પ્રોટેકશન વોલ બનાવી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.

ડોલવણ તાલુકાના બેડચીત ગામમાંથી વહેતી પુર્ણા નદી કિનારે ખેતી ધરાવતા ખેડૂત સુનિલભાઇ પટેલની જમીનનું વિતેલા દિવસોમાં આવેલા નદીના પુર દરમિયાન ધોવાણ થતા જેઓએ મોટું નુકસાન વેઠવાની નોબત આવી હોવાનું જણાવ્યું હતું. પુરનું પાણી ખેતીલાયક જમીનને ખોદી-ખોદીને તાણી ગયું હતું તેમજ ખેતીવાડી માટે થયેલ વીજલાઇનના થાંભલા તથા વીજલાઇનને પણ નુકસાન થયું હતું. દરવર્ષે ચોમાસા દરમિયાન નદી કિનારે આવેલી ખેતીલાયક જમીનને નુકસાન થતા ખેડૂતો પોતાના ખેતરોમાં પાક લઇ શકતા નથી. જમીનના ધોવાણને અટકાવવા માટે જવાબદાર તંત્ર સ્થળ નિરીક્ષણ કરી પ્રોટેકશન વોલ બનાવી ખેડૂતોના હિતમાં પગલાં લે તો થોડી ઘણી રાહત થવાની શકયતા છે. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તેમજ ભવિષ્યમાં જમીનનું ધોવાણ ન થાય તે મુદ્દે પગલાં લેવાની માંગણી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0