Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં 3 બ્રિજની કામગીરી ચાલતી હોવાથી બે વર્ષ સુધી ટ્રાફિક જામ સર્જાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પશ્ચિમમાં એક સાથે ત્રણ બ્રિજની કામગીરી હાલ ચાલી રહી છે.ચીમનભાઈ પટેલ બ્રિજના વાઈડનિંગ ઉપરાંત સુભાષબ્રિજ જે તોડાયો હતો તેના રિકન્સ્ટ્રક્શન ઉપરાંત બંને તરફ ટૂ લેન બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે.આ તમામ બ્રિજની કામગીરી માર્ચ-2028 સુધી થવાની સંભાવના છે.આ કામગીરી પુરી થાય ત્યાં સુધી સાબરમતી ઉપરાંત RTO સર્કલ, રાણીપ, નિર્ણયનગર તથા અખબારનગર સર્કલ સુધીના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળશે.ખાસ કરીને પીક અવર્સમાં RTO સર્કલથી સાબરમતી તરફના ટ્રાફિકનું ભારણ ઘટાડવા ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજની સમાંતર નવી ત્રણ લેનની વધારાની પાંખ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
બુલેટ ટ્રેન ડેપો તરફ વધનારા ટ્રાફિકને રાહત મળશે.
આ વધારાની પાંખ હયાત ચીમનભાઈ બ્રિજની સમાંતર આગળ વધીને સુભાષબ્રિજ, RTO સર્કલથી શરૂ થઈને સાબરમતી બુલેટ ટ્રેન ડેપો અને સાબરમતી રેલવે સ્ટેશન નજીક પુરી થશે. આ નવો કલાઈઓવર ઉત્તર ગુજરાત અને ગાંધીનગર તરફ જતા ભારે ટ્રાફિકને સીધો રસ્તો આપશે. તેમાં સુભાષબ્રિજ સર્કલ તરફ ઉતરવા માટે એક ડાઉન રેમ્પ(આર્મ) ઉતારવામાં આવશે. જેથી કાલીગામ અને બુલેટ ટ્રેન ડેપો તરફ વધનારા ટ્રાફિકને રાહત મળશે.
આ ચાર રસ્તા ઉપર સૌથી વધુ ટ્રાફિક જામ જોવા મળશે
સાબરમતી ટોરેન્ટ પાવર ચાર રસ્તાથી ચીમનભાઈ બ્રિજ સુધી 500 મીટર કે તેથી વધુ લાંબો ટ્રાફિક જામ રોજ જોવા મળે છે.આર.ટી.ઓ. સર્કલ, એ અમદાવાદ પશ્ચિમને પૂર્વ અને ગાંધીનગરને જોડતુ મુખ્ય જંક્શન હોવાથી બ્રિજ ઉપરથી આવતા વાહનોના કારણે આખું સર્કલ અને તેની આસપાસનો રોડ ચોકઅપ થઈ જાય છે.પ્રમોદ રાવલ બ્રિજ જંક્શન આ બ્રિજનો એક ભાગ પ્રમોદ રાવલ બ્રિજ તરફ કનેક્ટ થતો હોવાથી રાણીપ, નિર્ણયનગર, જી.એસ.ટી. અને નિર્ણયનગર તરફથી આવતો ટ્રાફિક તેમજ ત્યાં જતો ટ્રાફિક આ જંક્શન ઉપર અટવાઈ જાય છે. સવાર અને સાંજના પીક અવર્સના સમયમાં અહીં વાહનોની લાંબી લાઈન લાગે છે. અખબારનગર જંક્શન ચીમનભાઈ બ્રિજ ઉપર ટ્રાફિક જામ હોવાના વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો વાડજ અને અખબારનગર અંડરબ્રિજ તરફ ડાયવર્ટ થાય છે આ કારણે આ ચાર રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ વધી જાય છે.
આ પણ વાંચોઃ Gujarat સરકારે અધિકારીઓ અને પદાધિકારીઓ માટે નવી વાહન નીતિ જાહેર કરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

