Viramgam: પોલીસ દ્વારા સરપંચો સાથે પરિસંવાદ

Aug 11, 2025 - 07:30
Viramgam: પોલીસ દ્વારા સરપંચો સાથે પરિસંવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લા ગ્રામ્યના સરપંચો સાથે પોલીસ વિભાગના પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત વિરમગામમાં ગ્રામ્ય અને શહેર પોલીસ દ્વારા તાલુકાના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમનું રવિવારે વિરમગામ બાયપાસ હાઈવે માર્ગ પર રહેમલપુર પાટિયા નજીક આવેલી એક હોટલના હોલમાં આયોજન કર્યું હતુ. જેમા મોટી સંખ્યામાં તાલુકા ગ્રામ્યના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ થાય નહિ અને અસામાજિક તત્ત્વોને જેર કરવા સહિત ગુનાહિત બનાવો કેવી રીતે અટકાવી શકાય સંદર્ભમાં માર્ગદર્શન વાતચીત માટેનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિરમગામ શહેર પોલીસ ઇન્સ્પેકટર કે.એસ.દવે તથા ગ્રામ્ય પીએસઆઇ એ.જે.ચૌધરી અધિકારીઓ દ્વારા પોલીસ વિભાગ દ્વારા આપવામા આવેલ ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી સુત્ર હેઠળ ગ્રામ્યના આગેવાનોને પોતાના ગામોને સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવા માર્ગદર્શન આપ્યું હતુ. સાથે તેના ફાયદા જણાવ્યા હતા. ગુનાહિત પ્રવૃત્તિ, બનાવો અટકાવવા પોલીસને જાણ કરવા પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા. અફ્વાઓથી દુર રહેવા, કોઈ કાવતરાખોરોના કહેવાથી હલ્લાબોલ નહીં કરવા જેવા પ્રશ્ને જાગૃતિ લાવવા જણાવી મોબલિંચિંગ જેવા કાયદાઓ અને સગીર વયની દીકરી સાથે આંખ લાગી ભાગવા કે તેના સાથેના અન્ય આવા બનાવમાં પોકસો કાયદો લાગે છે. જેથી ઘણા યુવાનો પરિવારના સપના ચુર થઈ જતા હોય છે. આ સંદર્ભમાં પણ ગામમાં જાગૃતિ લાવવા અંગે, નાની વયના લગ્નો રોકવા, ભેલાણ, ટ્રાફ્કિ સમસ્યા, દારૂ, જુગાર, વ્યાજખોરી, ચોરી, મારામારી બનાવો વગેરે ગુનાહિત બનાવો રોકવા અંગે સંવાદ કરી સામે સરપંચો દ્વારા રજૂ કરેલા પ્રશ્નો, સમસ્યા નિવારણ માટે વાતચીત કરવામાં આવી હતી. આ અંગે ગ્રામ્ય સભાઓમાં ગામોમાં જાગૃતિ લાવવા જણાવાયું હતુ. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ચંદનનગર અને મોટા હરિપુરા ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં લોકો વચ્ચે અંદરોઅંદરના મારામારીના એક પણ ગુના નહીં નોધાયાનુ અધિકારીઓએ જણાવી આ ગ્રામજનોને જાહેરમાં બિરદાવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0