Viramgam નળસરોવર પોલીસે કોડેઈનયુક્ત નશાકારક કફ સીરપની 450 બોટલ સાથે 3 શખ્સોને ઝડપ્યા

Oct 8, 2026 - 19:30
Viramgam નળસરોવર પોલીસે કોડેઈનયુક્ત નશાકારક કફ સીરપની 450 બોટલ સાથે 3 શખ્સોને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હેઠળ કાર્યરત વિરમગામ નળસરોવર પોલીસે ગેરકાયદેસર નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટો સપાટો બોલાવ્યો છે. નળસરોવર પોલીસ ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે નળકાંઠા વિસ્તારમાં આવેલા દેવડથળથી હીરાપુરા તરફ જતા માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી એક ઈકો કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર કોડેઈનયુક્ત નશાકારક કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

450 બોટલ, કાર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કારની સઘન ચકાસણી કરીને તેમાંથી કોડેઈનયુક્ત નશાકારક કફ સીરપની કુલ 450 બોટલો (કિંમત રૂ.98,550) જપ્ત કરી હતી. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.6,13,550 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ નશાકારક કફ સીરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે પ્રાથમિક વિગતો મેળવી છે.

Viramgam Nalsarovar police crackdown

સાણંદના 2 અને દેવડથળના 1 શખ્સ સામે ગુનો દાખલ

નળસરોવર પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓ - હરશન રેવાભાઈ કોળી પટેલ (રહે. સાણંદ), કમલેશભાઈ ધીરુભાઈ સોલંકી (રહે. સાણંદ) અને સદ્દામ બાબુભાઈ ખલીફા (રહે. દેવડથળ, સાણંદ) ની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ (NDPS Act) ની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરીને આ નશાકારક નેટવર્ક પાછળ સંકળાયેલા અન્ય મુખ્ય સૂત્રધારોને પકડી પાડવા કાયદેસરની તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0