Viramgam: ટેકાના ભાવે ખરીદેલી ડાંગરની 90,000 બોરીઓ ગાયબ, ખેડૂતોને પૈસા ક્યારે ચૂકવાશે?

Feb 20, 2025 - 17:00
Viramgam: ટેકાના ભાવે ખરીદેલી ડાંગરની 90,000 બોરીઓ ગાયબ, ખેડૂતોને પૈસા ક્યારે ચૂકવાશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકાર દ્વારા વર્ષ 2023-24માં વિરમગામ ખાતે MSP ડાંગર ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવ્યુ હતું, જેમાં વિરમગામ તાલુકો અને પંથકમાં સૌથી વધુ ડાંગરની ઉપજ ઉત્પાદન થાય છે, જેથી દર વર્ષની જેમ ખેડૂતોએ એમએસપી ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરાવીને ડાંગર વેચાણ આપી હતી. 20 નવેમ્બરથી લઈને 31મી ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી.

90,915 ડાંગરની બોરીઓ ગાયબ થઈ ગઈ

આ કેન્દ્ર પર ઓનલાઈન 3,35,524 ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે મામલતદારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે 2,24,609 ડાંગરના કટ્ટા પડ્યા હતા. આ જોતાં 90,915 ડાંગરની બોરીઓ ગાયબ થઈ ગઈ હતી. ગાયબ ડાંગરના જથ્થાની કિંમત રૂપિયા 3.76 કરોડ થવા જાય છે. કુલ મળીને 1221 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું, જે પૈકી 927 ખેડૂતોને પૈસા ચૂકવાયા હતા, જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયા નથી.

ત્યારે એક વર્ષમાં અનેક ખેડૂતોએ રેલી યોજીને મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એક વર્ષમાં બેથી ત્રણ વખત વિરમગામ તાલુકાના ખેડૂતોએ પોતાના ડાંગરના રૂપિયા ઝડપી મળે તે માટે અનેક વખત સ્થાનિક તંત્રથી લઈને સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે, છેવટે ત્યારે એક વર્ષ પછી 31મી ડિસેમ્બર,2024ના રોજ આ કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ કરી 3.67 કરોડ ઉચાપત કૌભાંડ મામલે આખરે ફરિયાદ નોંધાઈ

વર્ષ 2023-24માં MSP ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં ઈરાદાપૂર્વક રૂપિયા 3,67,17,950નું કૌભાંડ આચર્યુ હતું. મામલતદારે ખરીદ અધિકારી, ગોડાઉન મેનેજર, ઈજારેદાર, એગ્રીકલ્ચર એપ્રેન્ટીસ, 2 અધિકારીઓ, ગ્રેડીંગ એજન્સી એમ કુલ 7 શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સરકાર સાથે વિશ્વાસઘાત કરતા ડાંગર ખરીદ ગોડાઉન મેનેજર ખરીદ અને એજન્સી અધિકારી સહિત 7 શખ્સો ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે શરૂઆતમાં બે અધિકારીઓની ધરપકડ કરી હતી

ત્યારે ફરિયાદના અઠવાડિયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સમગ્ર કૌભાંડ બાબતે સવાલ ઉઠાવતા વિરમગામ ટાઉન પોલીસે શરૂઆતમાં બે અધિકારીઓની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય આરોપી સુફિયાન મંડળીની ધરપકડ ન કરાતા અને સુફિયાન મંડળીના ભાજપ સાથે નજીવા ધરોબા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથેના કેક ખવડાવતા ફોટા વાયરલ થતાં ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ ડાંગર કૌભાંડમાં મુખ્ય આરોપી ફરાર હતો, ત્યારે વિરમગામ સરકારી અનાજના ગોડાઉનમાંથી તેના પરિવહનનો કોન્ટ્રાક્ટ પણ ચાલુ હતો. ત્યારે મીડિયા અહેવાલ બાદ તેનો કોન્ટ્રાક્ટ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર દ્વારા સુફિયાન મંડળીનો પરિવહનનો કોન્ટ્રાક્ટ કાયમ માટે રદ કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધી કૌભાંડમાં કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ

આ સમગ્ર કૌભાંડ વચ્ચે અત્યાર સુધી કૌભાંડમાં કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે અત્યાર સુધી ગ્રેડિંગ એજન્સીના એ જી નેટ ગ્રેડર જયંતીજી દિલુજી ઠાકોર અજયસિંહ મહિડા તેમજ અજય ચૌધરી અને જીતેન્દ્ર પરમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ રાત્રીએ અમદાવાદ ગ્રામ્યના એસ.ઓ.જી પોલીસ અને વિરમગામ ટાઉન પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદના જુહાપુરા અને માળીયા મોરબી પાસે કોમ્બિંગ હાથ કર્યું હતું, ત્યારે માળિયા મોરબીમાંથી ડાંગર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આરોપી સુફિયાન મંડળીને મોડી રાત્રીએ ઝડપી પાડ્યો હતો. ત્યારે સમગ્ર મામલે સુફિયાન મંડળીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવું રહ્યું કે સુફિયાન મંડળી પાછળ કૌભાંડમાં અન્ય લોકો સામેલ હતા કે કેમ?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0