Vijay Rupani Demise: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત

Jun 16, 2025 - 12:30
Vijay Rupani Demise: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. DNA પરિક્ષણ બાદ આજે પરિવારને વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો. રાજકીય સન્માન સાથે અંજલિ બેન અને પુત્ર ઋષભને પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીના પાર્થિવ દેહને સોંપવામાં આવ્યો. આજે સાંજે રાજકોટ ખાતે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર થશે. સાંજે 4થી 5 વાગ્યા સુધી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. અને 5 વાગ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે.

હોસ્પિટલ પહોંચ્યા ભાજપના અગ્રણી

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નશ્વરદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે અમદાવાદ હોસ્પિટલ ખાતે દ્રદયદ્રાવ્યક દ્રશ્યો સર્જાયા હતા. સ્વર્ગીય વિજય રૂપાણીના પત્ની અંજલિ, પુત્ર ઋષભ રૂપાણી અને પુત્રી રાધિકાને સોંપવામાં આવ્યો હતો ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના નેતા નીતિન પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. તેમજ અમદાવાદના મેયર સહિત અન્ય દિગ્ગજ નેતાઓઓ અને ભાજપ આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. ગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને વિજભાઈ રૂપાણીનો નશ્વર દેહ સોંપાયો અને 

રામનાથ પરા સ્મશાન ગૃહમાં કરાશે અંતિમ સંસ્કાર

વિજય રૂપાણીના નશ્વર દેહ બપોરે 2.30 વાગ્યા આસપાસ ગ્રીન લેન્ડ ચોકડી પહોંચશે. દરમિયાન શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે તેમના નશ્વર દેહને લઈજ જવામાં આવશે. જ્યાં અહી ફરજ બજાવતા કર્મચારીઓ અને સંસ્થા સાથે જોડાયેલા બાળકો દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે રામનાથ પરા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે. જણાવી દઈએ કે આજે પૂર્વ CMના નિધનના કારણે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0