Veravalમાં લગ્નની લાલચે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવાને આચર્યું દુષ્કર્મ

વેરાવળમાં લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. સેવાકીય સંસ્થા ચલાવતા યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ. ફરિયાદ કરતાં આરોપી દ્વારા તેને ધમકી પણ આપી હોવાનું પીડિતાએ પોલીસને જણાવ્યું.યુવાન સાથે થયો સંપર્કપ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં રહેતી યુવતી જનક પારેખના યુવાન સાથે સંપર્કમાં આવી. યુવાન સાથે ફોન પર વાતચીત બાદ બંનેની મુલાકાતો વધવા લાગી. સહવાસ વધતા તેમનો સંબંધ વધુ ગાઢ થયો. પરિચય વધતા યુવતી યુવાન પર વિશ્વાસ કરવા લાગી. દરમ્યાન યુવાને યુવતીને લગ્નનું વચન આપ્યું તેની સાથે સંબંધ બાંધ્યો. પરંતુ સંબંધ બાંધ્યા બાદના થોડા સમય પછી યુવાન યુવતી સાથે વાત કરવાનું ટાળવા લાગ્યો. યુવાનને અનેક વખત ફોન કરવા છતાં પણ ફોન ના ઉપાડતા યુવતીને શંકા ગઈ. અને વધુ તપાસ કરી તો યુવાન પરિણીત હોવાનું જાણવા મળ્યું. યુવતીની છેતરપિંડી થયાનું માલૂમ થતા વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પીડિતાએ જણાવ્યું કે યુવાને તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.યુવાન પરિણીત હોવાની થઈ જાણપોલીસ દુષ્કર્મ કેસની તપાસ કરતાં સામે આવ્યું કે યુવતીને સેવાકીય સંસ્થા ચલાવનાર યુવાન જનક પારેખ નામના યુવાન સાથે સંપર્ક થયો હતો.અને આ સંસ્થાની કામગીરીના સંદર્ભમાં જનક અને યુવતી અવારનવાર મળતા તેમનો સંબંધ વધુ ગાઢ થયો હતો. અને તેના બાદ જનકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જનક પારેખ નામનો યુવાન મૂળ ભરુચનો રહેવાસી છે અને તે પરિણીત હોવાનું યુવતીને પાછળથી જાણ થતાં યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી. મૂળ ભરૂચના જનક પારેખ આ યુવાન સેવાકીય સંસ્થા ચલાવે છે. યુવાન પરિણીત હોવા છતા યુવતીને પ્રેમજાળમાં ફસાવતા પોલીસે આરોપી યુવક જનક પારેખ અને તેના મિત્ર ધ્રુવ સોલંકી વિરુદ્ધ FIR નોંધી. પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 75(1)(ii), 78(2), 352, 351(3), 54 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Veravalમાં લગ્નની લાલચે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવાને આચર્યું દુષ્કર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેરાવળમાં લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. સેવાકીય સંસ્થા ચલાવતા યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ. ફરિયાદ કરતાં આરોપી દ્વારા તેને ધમકી પણ આપી હોવાનું પીડિતાએ પોલીસને જણાવ્યું.

યુવાન સાથે થયો સંપર્ક

પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં રહેતી યુવતી જનક પારેખના યુવાન સાથે સંપર્કમાં આવી. યુવાન સાથે ફોન પર વાતચીત બાદ બંનેની મુલાકાતો વધવા લાગી. સહવાસ વધતા તેમનો સંબંધ વધુ ગાઢ થયો. પરિચય વધતા યુવતી યુવાન પર વિશ્વાસ કરવા લાગી. દરમ્યાન યુવાને યુવતીને લગ્નનું વચન આપ્યું તેની સાથે સંબંધ બાંધ્યો. પરંતુ સંબંધ બાંધ્યા બાદના થોડા સમય પછી યુવાન યુવતી સાથે વાત કરવાનું ટાળવા લાગ્યો.

યુવાનને અનેક વખત ફોન કરવા છતાં પણ ફોન ના ઉપાડતા યુવતીને શંકા ગઈ. અને વધુ તપાસ કરી તો યુવાન પરિણીત હોવાનું જાણવા મળ્યું. યુવતીની છેતરપિંડી થયાનું માલૂમ થતા વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પીડિતાએ જણાવ્યું કે યુવાને તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

યુવાન પરિણીત હોવાની થઈ જાણ

પોલીસ દુષ્કર્મ કેસની તપાસ કરતાં સામે આવ્યું કે યુવતીને સેવાકીય સંસ્થા ચલાવનાર યુવાન જનક પારેખ નામના યુવાન સાથે સંપર્ક થયો હતો.અને આ સંસ્થાની કામગીરીના સંદર્ભમાં જનક અને યુવતી અવારનવાર મળતા તેમનો સંબંધ વધુ ગાઢ થયો હતો. અને તેના બાદ જનકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જનક પારેખ નામનો યુવાન મૂળ ભરુચનો રહેવાસી છે અને તે પરિણીત હોવાનું યુવતીને પાછળથી જાણ થતાં યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી.

મૂળ ભરૂચના જનક પારેખ આ યુવાન સેવાકીય સંસ્થા ચલાવે છે. યુવાન પરિણીત હોવા છતા યુવતીને પ્રેમજાળમાં ફસાવતા પોલીસે આરોપી યુવક જનક પારેખ અને તેના મિત્ર ધ્રુવ સોલંકી વિરુદ્ધ FIR નોંધી. પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 75(1)(ii), 78(2), 352, 351(3), 54 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.