Vav-Tharad જિલ્લામાં બજારો સજ્જડ બંધ: ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે વેપારીઓનું સમર્થન!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ થરાદ જિલ્લામાં ગાયોના સમર્થનમાં તમામ માર્કેટના વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. થરાદની મુખ્ય બજાર અને APMC સહિતની બજારો સજ્જડ બંધ રહી છે. શાકભાજીના લારી-ગલ્લાઓથી લઈને APMC, કાપડ બજાર અને કરિયાણા બજાર સહિતની દુકાનો બંધ રાખીને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ રહેતા બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો અને વેપારીઓએ એકસૂરમાં આ બંધને ટેકો જાહેર કર્યો છે.
રાજ્યમાતા અને રાષ્ટ્રીય માતાની માગ, અડાલજ મહાસભામાં ગૌભક્તો
ગૌભક્તોની માગ છે કે રાજ્ય સરકાર ગાય માતાને રાજ્યમાતા તરીકે જાહેર કરે અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય માતા જાહેર કરે. આ માગને જિલ્લાના વેપારીઓનું સમર્થન મળ્યું છે. બંધના એલાન દરમિયાન જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગાંધીનગરના અડાલજ ખાતેની મહાસભામાં ગૌભક્તો પહોંચ્યા છે, જ્યાં ગાય માતાને યોગ્ય દરજ્જો આપવાની રજૂઆત અને માંગણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
દુકાનો બંધ રાખી વેપારીઓએ મનોબળ મજબૂત કર્યું
વાવ થરાદ જિલ્લામાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને સમર્થન આપતા ગૌભક્તોનું મનોબળ મજબૂત થયું છે. થરાદની મુખ્ય બજાર, APMC, કાપડ અને કરિયાણા બજાર તેમજ નાના લારી-ગલ્લાના ધંધાર્થીઓના સ્વયંભૂ બંધથી આંદોલનને સ્થાનિક સ્તરે વ્યાપક ટેકો મળ્યો છે. ગાયને રાજ્યમાતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ સાથે ચાલી રહેલી આ ઝુંબેશમાં વેપારી આલમની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

