Vapi: દાનહમાં ઉત્તર ભારતીયોના શ્રાવણનો આરંભ, બમ બમ ભોલેનો નાદ ગુંજ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર ભારતીય સમાજ માટે શ્રાવણ માસના પ્રથમ સોમવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી દાદરા અને નગર હવેલીના વિવિધ શિવમંદિરોમાં સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલ્વપત્ર અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સેલવાસના ગાયત્રી મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ઉપરાંત લવાચા સ્થિત શિવ મંદિર તેમજ ખાનવેલના તારકેશ્વર મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. જિલ્લાના વિવિધ શિવાલયોમાં રુદ્રાભિષેક, વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરોમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

