Ahmedabad : વિરમગામ હાઈવે પર પંજાબથી સુરેન્દ્રનગર જતો કરોડોનો દારુ ઝડપાયો, 1.11 કરોડનો જથ્થો કબ્જે

Aug 24, 2026 - 09:00
Ahmedabad : વિરમગામ હાઈવે પર પંજાબથી સુરેન્દ્રનગર જતો કરોડોનો દારુ ઝડપાયો,  1.11 કરોડનો જથ્થો કબ્જે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં વિરમગામ હાઈવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાતા દારૂબંધીના ઘજાગરા ઉડી ગયા છે. સાણંદ GIDC પોલીસે કાર્યવાહી કરીને રૂપિયા 1.11 કરોડનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. કન્ટેનરમાંથી કુલ 1200 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જથ્થો પંજાબથી સુરેન્દ્રનગર તરફ લઇ જવાતો હતો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી સુરેન્દ્રનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. દારૂ ભરેલા કન્ટેનરને વિરમગામ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું. દારૂ ઉપરાંત કન્ટેનર સહિત કુલ રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હજુ અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતા 

આ સમગ્ર દારૂ સપ્લાયના નેટવર્કમાં હજુ અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. પ્રાથમિક તપાસમાં દારૂ સપ્લાય કરનાર અને જથ્થો મંગાવનાર મળીને કુલ 5 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી

સાણંદ GIDC પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂનો જથ્થો પંજાબથી કોણે મોકલ્યો, સુરેન્દ્રનગરમાં કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની દિશામાં તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો વ્યાપ વધાર્યો છે.   


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0