Vapi કોર્ટે પોક્સો એક્ટ હેઠળ શિક્ષકને ફટકારી 3 વર્ષની કેદની સજા
વલસાડ જિલ્લામાં શિક્ષક દિવસે વાપી કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જૂન 2013માં વાપીમાં કોમ્પ્યુટર ક્લાસ શીખવા ગયેલી વિદ્યાર્થીની સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા હતા અને આ કેસને લઈને કોર્ટે શિક્ષકને સજા ફટકારી છે.પોક્સો એકટ હેઠળ કોર્ટે શિક્ષકને સજા ફટકારી 11 વર્ષ બાદ આવેલા ચુકાદામાં કોમ્પ્યુટર ક્લાસના શિક્ષકને કોર્ટે મોટી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોક્સો એકટ હેઠળ કોર્ટે આ સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં પોક્સોનો કાયદો અમલમાં આવ્યો હતો અને વર્ષ 2013માં બનેલી ઘટનામાં પોક્સોની કલમ પોલીસે દાખલ ન કરતા નીચલી કોર્ટમાં ચુકાદો ચાલ્યો હતો પણ કોર્ટને ધ્યાને વાત આવતા કોર્ટે પોક્સોની કલમ ઉમેરાવી હતી, જેના કારણે ચુકાદો આવવામાં થોડો વિલંબ થયો છે. અમદાવાદમાં કૌટુંબિક ભાઈ સામે છેડતીની ફરિયાદ બીજી તરફ અમદાવાદમાં કૌટુંબિક ભાઈ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. રામોલમાં ભાઈ સામે છેડતી અને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની વાત કરીએ તો કૌટુંબિક ભાઈ સાથે લીવઈનમાં મહિલા રહેતી હતી અને મનભેદ થતાં મહિલા પરત પતિ પાસે આવી હતી. ત્યારે મળતી માહિતી મુજબ કૌટુંબિક ભાઈએ મહિલાના ઘરે આવી બબાલ કરી હતી અને મહિલાની છેડતી કરીને ધમકી આપી હતી, જેને લઈને પોલીસે ફરિયાદના આધારે આરોપી ભાઈની ધરપકડ કરી છે. ભરૂચના વાગરામાં સોશિયલ મીડિયા પર મહિલાને મિત્રતા કરવી ભારે પડી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મિત્રતા કરનાર મહિલાઓ સાવચેત રહેજો કારણ કે વાગરા પોલીસે એક આવા જ આરોપીની ધરપકડ કરી છે. વાગરા બજારમાં આવેલી બ્યુટી પાર્લરની દુકાનમાં એક મહિલાને જબરજસ્તીથી ગોંધી રાખવામાં આવી હતી. પ્રકાશ નામના ઈસમે મહિલાને તેના જ બ્યુટી પાર્લરની દુકાનમાં ગોંધી રાખી હતી. ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ અને વીડિયો કોલથી વાતચીત મહિલાએ કરી હતી અને મહિલાને આ ભારે પડ્યું છે. ફ્રેન્ડશીપ ન રાખવાનું મહિલાએ કહેતા આરોપી પ્રકાશે મહિલાને એક મકાનમાં ગોંધી રાખી હતી. સમગ્ર ઘટનાની જાણ વાગરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એકે જાડેજાને થતાં મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામા આવી છે અને વાગરા પોલીસે આરોપી પ્રકાશ દશરથભાઈ ઓડને ઝડપી પાડ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લામાં શિક્ષક દિવસે વાપી કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જૂન 2013માં વાપીમાં કોમ્પ્યુટર ક્લાસ શીખવા ગયેલી વિદ્યાર્થીની સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા હતા અને આ કેસને લઈને કોર્ટે શિક્ષકને સજા ફટકારી છે.
પોક્સો એકટ હેઠળ કોર્ટે શિક્ષકને સજા ફટકારી
11 વર્ષ બાદ આવેલા ચુકાદામાં કોમ્પ્યુટર ક્લાસના શિક્ષકને કોર્ટે મોટી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોક્સો એકટ હેઠળ કોર્ટે આ સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં પોક્સોનો કાયદો અમલમાં આવ્યો હતો અને વર્ષ 2013માં બનેલી ઘટનામાં પોક્સોની કલમ પોલીસે દાખલ ન કરતા નીચલી કોર્ટમાં ચુકાદો ચાલ્યો હતો પણ કોર્ટને ધ્યાને વાત આવતા કોર્ટે પોક્સોની કલમ ઉમેરાવી હતી, જેના કારણે ચુકાદો આવવામાં થોડો વિલંબ થયો છે.
અમદાવાદમાં કૌટુંબિક ભાઈ સામે છેડતીની ફરિયાદ
બીજી તરફ અમદાવાદમાં કૌટુંબિક ભાઈ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. રામોલમાં ભાઈ સામે છેડતી અને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની વાત કરીએ તો કૌટુંબિક ભાઈ સાથે લીવઈનમાં મહિલા રહેતી હતી અને મનભેદ થતાં મહિલા પરત પતિ પાસે આવી હતી. ત્યારે મળતી માહિતી મુજબ કૌટુંબિક ભાઈએ મહિલાના ઘરે આવી બબાલ કરી હતી અને મહિલાની છેડતી કરીને ધમકી આપી હતી, જેને લઈને પોલીસે ફરિયાદના આધારે આરોપી ભાઈની ધરપકડ કરી છે.
ભરૂચના વાગરામાં સોશિયલ મીડિયા પર મહિલાને મિત્રતા કરવી ભારે પડી
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મિત્રતા કરનાર મહિલાઓ સાવચેત રહેજો કારણ કે વાગરા પોલીસે એક આવા જ આરોપીની ધરપકડ કરી છે. વાગરા બજારમાં આવેલી બ્યુટી પાર્લરની દુકાનમાં એક મહિલાને જબરજસ્તીથી ગોંધી રાખવામાં આવી હતી. પ્રકાશ નામના ઈસમે મહિલાને તેના જ બ્યુટી પાર્લરની દુકાનમાં ગોંધી રાખી હતી. ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ અને વીડિયો કોલથી વાતચીત મહિલાએ કરી હતી અને મહિલાને આ ભારે પડ્યું છે. ફ્રેન્ડશીપ ન રાખવાનું મહિલાએ કહેતા આરોપી પ્રકાશે મહિલાને એક મકાનમાં ગોંધી રાખી હતી. સમગ્ર ઘટનાની જાણ વાગરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એકે જાડેજાને થતાં મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામા આવી છે અને વાગરા પોલીસે આરોપી પ્રકાશ દશરથભાઈ ઓડને ઝડપી પાડ્યો છે.