Valsadમાં ભારે વરસાદ, ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ

વલસાડ તાલુકામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદઉપરવાસમાં વરસાદથી ઔરંગા નદીની સપાટી વધી તમામ ભેંસોને સલામત રીતે બહાર કઢાઈ વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 2 કલાકમાં 2.30 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે તાલુકાના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ભાગડા ખુર્દ ગામે આવેલુ તળાવ ઓવર ફ્લો થયું છે. ઔરંગા નદીની સપાટી 3.50 મીટર પહોંચી ત્યારે તળાવ ઓવર ફ્લો થતા તળાવનું પાણી ગામમાં ફરી વળ્યુ છે અને ગામમાં પણ કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીની સપાટીમાં પણ વધારો થયો છે અને ઔરંગા નદીની સપાટી 3.50 મીટર પહોંચી છે. હાલમાં ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ કારણ કે ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ છે અને ભેંસોનો માલિક નદીના પ્રવાહમાં ભેંસોને બચાવવા માટે પાણીમાં કુદ્યો છે, ત્યારે તમામ ભેંસોને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે. તમામ ભેંસોને નદીની બહાર કાઢી ભેંસનું પૂછડું પકડી માલિક પણ પાણીમાં તરીને બહાર આવ્યો, પોતાના પશુઓ પ્રત્યે પ્રેમ દાખવનાર સાહસિક માલિક પોતાની ભેંસોની જાન બચાવી છે. નદી કિનારે ચરતી ભેંસો ઓરંગા નદીના ધસમસ્તા પ્રવાહમાં ઉતરી જતા આ ઘટના બની હતી. નિર્માણધીન બ્રિજનો પિલ્લર પડ્યો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બી અંડર સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ રૂપિયા સાડા નવ કરોડના ખર્ચે બનાવી રહી હતી, દરિયાકિનારા અને ખાડીની વચ્ચે આ બ્રિજ ઉમરસાડી દરિયાની સુંદરતાને લઈ બની રહ્યો હતો. ખાડીના પાણીના ધોવાણને લઈ બ્રિજનો પિલ્લર આજે ધરાશાયી થયો હતો, જે બ્રિજના એપ્રોચ બાંધકામ સાથે અડીને અટક્યો હતો, જોકે ઘટના બનતા બ્રિજની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કોન્ટ્રાકટર અને અધિકારીની કામગીરી પર પણ શંકાની સોઈ સેવાઈ રહી છે. ડાંગ જિલ્લામાં સવારથી અવિરત વરસાદ ડાંગ જિલ્લામાં પણ આજે સવારથી અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. લોકમાતા અંબિકા , ખાપરી , પૂર્ણા કેચમેન્ટના અનેક ગામો જિલ્લા મથકેથી 24 કલાકથી વધુ સમયથી સંપર્ક વિહોણા બન્યા છે. 

Valsadમાં ભારે વરસાદ, ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ તાલુકામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ
  • ઉપરવાસમાં વરસાદથી ઔરંગા નદીની સપાટી વધી
  • તમામ ભેંસોને સલામત રીતે બહાર કઢાઈ

વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 2 કલાકમાં 2.30 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે તાલુકાના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ભાગડા ખુર્દ ગામે આવેલુ તળાવ ઓવર ફ્લો થયું છે.

ઔરંગા નદીની સપાટી 3.50 મીટર પહોંચી

ત્યારે તળાવ ઓવર ફ્લો થતા તળાવનું પાણી ગામમાં ફરી વળ્યુ છે અને ગામમાં પણ કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીની સપાટીમાં પણ વધારો થયો છે અને ઔરંગા નદીની સપાટી 3.50 મીટર પહોંચી છે. હાલમાં ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ

કારણ કે ઔરંગા નદી 2 કાંઠે થતા ભેંસો પાણીમાં ફસાઈ છે અને ભેંસોનો માલિક નદીના પ્રવાહમાં ભેંસોને બચાવવા માટે પાણીમાં કુદ્યો છે, ત્યારે તમામ ભેંસોને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે. તમામ ભેંસોને નદીની બહાર કાઢી ભેંસનું પૂછડું પકડી માલિક પણ પાણીમાં તરીને બહાર આવ્યો, પોતાના પશુઓ પ્રત્યે પ્રેમ દાખવનાર સાહસિક માલિક પોતાની ભેંસોની જાન બચાવી છે. નદી કિનારે ચરતી ભેંસો ઓરંગા નદીના ધસમસ્તા પ્રવાહમાં ઉતરી જતા આ ઘટના બની હતી.

નિર્માણધીન બ્રિજનો પિલ્લર પડ્યો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બી અંડર સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ રૂપિયા સાડા નવ કરોડના ખર્ચે બનાવી રહી હતી, દરિયાકિનારા અને ખાડીની વચ્ચે આ બ્રિજ ઉમરસાડી દરિયાની સુંદરતાને લઈ બની રહ્યો હતો. ખાડીના પાણીના ધોવાણને લઈ બ્રિજનો પિલ્લર આજે ધરાશાયી થયો હતો, જે બ્રિજના એપ્રોચ બાંધકામ સાથે અડીને અટક્યો હતો, જોકે ઘટના બનતા બ્રિજની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કોન્ટ્રાકટર અને અધિકારીની કામગીરી પર પણ શંકાની સોઈ સેવાઈ રહી છે.

ડાંગ જિલ્લામાં સવારથી અવિરત વરસાદ

ડાંગ જિલ્લામાં પણ આજે સવારથી અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. લોકમાતા અંબિકા , ખાપરી , પૂર્ણા કેચમેન્ટના અનેક ગામો જિલ્લા મથકેથી 24 કલાકથી વધુ સમયથી સંપર્ક વિહોણા બન્યા છે.