Valsad લો કોલેજમાં ABVPનો ઉગ્ર વિરોધ, તપાસ હેઠળ અધિકારીઓને પદ પરથી હટાવવા માગ

Apr 4, 2026 - 17:00
Valsad લો કોલેજમાં ABVPનો ઉગ્ર વિરોધ, તપાસ હેઠળ અધિકારીઓને પદ પરથી હટાવવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ગુજરાતની જાણીતી વલસાડ લો કોલેજમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના વડા અને પ્રાધ્યાપકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે કોલેજ કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સત્તાના દુરુપયોગનો આક્ષેપ

ABVPના કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે જે અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે, તેઓ હજુ પણ પોતાના પદ પર કાર્યરત છે. સંગઠનનું માનવું છે કે જો તપાસ હેઠળના વ્યક્તિઓ હોદ્દા પર ચાલુ રહેશે, તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા તપાસને પ્રભાવિત કરી શકે છે. "ન્યાયી તપાસ માટે જવાબદારોને પદ પરથી હટાવવા અનિવાર્ય છે," તેમ કાર્યકરોએ જણાવ્યું હતું.

કોલેજ ઓફિસમાં 'તુતું-મેમે'

આજરોજ વિરોધ પ્રદર્શન દરમિયાન ABVPના સભ્યો અને મંડળના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને 'તુતું-મેમે'ના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યકરોએ કોલેજની ઓફિસમાં જ બેસીને રામધૂન અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વાતાવરણ એટલું તંગ બન્યું હતું કે કોલેજ પ્રશાસનને પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ પડી હતી. વિદ્યાર્થીઓ પર દબાણ અને અભ્યાસક્રમનો મુદ્દો

વિરોધનું અન્ય એક કારણ શૈક્ષણિક ગેરરીતિ પણ છે. ABVPએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશો વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ બનાવી રહ્યા છે. અધૂરો અભ્યાસક્રમ હોવા છતાં તેને રેકોર્ડ પર પૂર્ણ બતાવી દેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સમાન છે. સંગઠને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.


આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0