Valsad: પારડી નેશનલ હાઈવે 48 પર ટ્રક પલટી, લાઈવ દ્રશ્યો સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં નેશનલ હાઈવે 48 પર મોટો અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. શહેરમાં પારડી નજીક નેશનલ હાઇવે પર ટ્રક પલટી ખાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રક ચાલકની બેદરકારીના કારણે વાહન રોડ પર પલટી જતા કપાસનો જથ્થો રોડ પર વેરવિખેર થઈ ગયો હતો. હાઈવે પર આ અકસ્માત સર્જાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
નેશનલ હાઈવે પર મોટો અકસ્માત
મળતી માહિતી મુજબ પારડી નજીક નેશનલ હાઈવે 48 પર મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર આજે ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દેખાય છે કે એકશન ફિલ્મની જેમ ટ્રક માર્ગ પરથી પસાર થતી વખતે ધીરે..ધીરે..નીચે નમવા લાગે છે અને પછી ધડામ કરતી રોડ પર પડે છે. નેશનલ હાઈવે 48 પર પસાર થતી રાજસ્થાન પાસિંગની ટ્રક અચાનક માર્ગ પર ધડાકાભેર પલટી ખાય છે. કપાસની ગાંસડી ભરેલ ટ્રક રસ્તા પર પલટી ખાતા ગાંસડીઓ રસ્તા પર ફંગોળાઈ. રોહિત ખાડીના પુલ પર પસાર થતી વખતે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું.
દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ
અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રક પલટી જવાના અકસ્માતમાં વાહન ડિવાઈડર સાથે અથડાતા ઉપર ચઢી ગયું. આ ટ્રક સુરતથી ઉમરગામ તરફ જઈ રહી હતી દરમ્યાન પારડી નજીક આ અકસ્માતની ઘટના બનવા પામી. ઘટનાને પગલે પારડી પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ બનાવ સ્થળ પર પંહોચી ગઈ. ડિવાઈડર પર ચઢી ગયેલ ટ્રક ઉતારવા પોલીસે જેસીબી મશીન મંગાવ્યા. ટ્રક પલટી ખાઈ જવાના કારણે ડ્રાઈવર કેબિનનો દરવાજો સજ્જડ બંધ થઈ ગયો. દરમિયાન કેબિનના કાચ તોડીને મહામહેનતે ટ્રક ડ્રાઈવરને બહાર કાઢયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની સર્જાઈ નથી. હાલ રોડ પર કપાસની ગાંસડીઓ દૂર કરવા કન્ટેનરને હટાવવા માટે ક્રેઈર્નની મદદ લેવામાં આવી રહી છે
What's Your Reaction?






