Valsad: RPF સેન્ટરથી બેચર રોડ પાવર હાઉસ સુધી પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ

Aug 11, 2026 - 03:30
Valsad: RPF સેન્ટરથી બેચર રોડ પાવર હાઉસ સુધી પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ : વલસાડ નગર પાલિકા દ્વારા શહેરમાં માર્ગોને અડીને કરવામાં આવેલા દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઈ છે. જે અંતર્ગત સોમવારે આર.પી.એફ. સેન્ટરથી બેચરરોડ પાવર હાઉસ સુધીના સ્ટેટ હાઇવે માર્ગની બંને તરફ કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. વલસાડ પાલિકાની એન્ક્રોચમેન્ટ વિભાગની ટીમની સાથે સોમવારે સેનેટરી વિભાગની ટીમ પણ જોડાઇ હતી. ધરમપુરરોડ પર નવા ઓવરબ્રીજ પાસેથી દબાણો દૂર કરવાની ચાલુ કરાયેલી કામગીરી દરમ્યાન રોડની સાઇડે ફૂટપાથ (પગપાળા ચાલવા માટે બનાવેલ જમીન) પર અડ્ડો જમાવીને બેઠેલા પાથરણાંધારકોના હંગામી મંડપો દૂર કરાયા હતાં. પાથરણાંધારકોને ઉઠાડી દેવાયા હતાં. ઉપરાંત રસ્તાની બાજુએ ઉભી કરાયેલ છ જેટલી લારી ઉપરાંત દુકાનોની બહાર મુકી દેવાયેલા બાંકડા, ટેબલ સહિતી ચીજવસ્તુઓ પણ પાલિકાની ટીમે ઉઠાવીને ટ્રેકટરમાં ભરી દીધા હતાં. આ ઉપરાંત જલારામ બાપા રોડ ઉપર આવેલ હાજી માર્કેટ પાસેની ખુલ્લી જગ્યામાં માજી પ્રમુખ દિપક રાણા દ્વારા ભાડે અપાયેલી એક ખાણીપીણીની લારી પણ કબ્જે લેવામાં આવી હતી. દબાણ હટાવવાની સાથે સેનેટરી વિભાગના કામદારોએ કચરો ઉઠાવીને ગંદકી દૂર કરવાની કામગીરી સાથે-સાથે ચાલુ રાખી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0