Valsad News: રોલા ગામે એક જ અઠવાડિયામાં બીજીવાર બે કાર વચ્ચે જોરદાર ટક્કર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના રોલા ગામમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રોલા ગામની ચોકડી પાસે આજે ફરી એકવાર બે કાર વચ્ચે પ્રચંડ અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, આ જ સ્થળે માત્ર એક અઠવાડિયામાં આ બીજી મોટી અકસ્માતની ઘટના બની છે. વારંવાર બનતી આ ઘટનાઓને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગતો
ઘટનાની મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં આવેલા રોલા ગામની મુખ્ય ચોકડી પર પૂરપાટ ઝડપે આવી રહેલી બે કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને કારના આગળના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને કાર ચાલકોનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સ્પીડ બ્રેકરનો અભાવે અકસ્માત
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, રોલા ચોકડી પરથી વાહનો અત્યંત ઝડપે પસાર થાય છે. અહીં સ્પીડ બ્રેકરનો અભાવ હોવાથી વાહનચાલકો પોતાની ગતિ પર કાબૂ રાખતા નથી, જેના કારણે અકસ્માતોની હારમાળા સર્જાય છે. એક જ અઠવાડિયામાં બે અકસ્માતો થવા છતાં તંત્ર દ્વારા અહીં ગતિ અવરોધક મુકવાની તસ્દી લેવામાં આવી નથી. ગામલોકોની માગ છે કે, ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને રોલા ચોકડી પર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને જરૂરી સાઈન બોર્ડ લગાવવામાં આવે.
આ પણ વાંચો - Valsad News : વલસાડના ધરમપુરમાં તાજેતરમાં થઈ સાપોનાં ઝેરની હરાજી, જેમાં ઝેરની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતાં વધુ કિંમત મળી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

