Valsad News: ઉમરગામમાં કળિયુગી પુત્રએ માતાની કરી નિર્મમ હત્યા

Feb 10, 2026 - 01:30
Valsad News: ઉમરગામમાં કળિયુગી પુત્રએ માતાની કરી નિર્મમ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના ઉમરગામ ટાઉન વિસ્તારમાં એક કાળજું કંપી જાય તેવી ઘટના સામે આવી છે. ઉમરગામના માહ્યાવંશી ફળિયામાં એક માનસિક અસ્થિર પુત્રએ પોતાની જ સગી જનેતાની ગળું કાપીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉમરગામ ટાઉન વિસ્તારના માહ્યાવંશી ફળિયામાં રહેતા એક પરિવારે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમનો જ પુત્ર લોહીનો તરસ્યો બનશે.

માનસિક અસ્થિર પુત્રએ કરી માતાની હત્યા

માનસિક રીતે અસ્થિર મગજના પુત્રએ આવેશમાં આવીને પોતાની માતા પર હુમલો કર્યો હતો અને ગળું કાપીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉમરગામ પોલીસની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

માતા અને પુત્રના સંબંધોને કલંકિત કરતી આ ઘટનાને પગલે માહ્યાવંશી ફળિયા સહિત સમગ્ર ઉમરગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0