Gandhinagar : દહેગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં પોણા 4 ઈંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આજે વરસાદે જોરદાર બેટિંગ કરી. બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં દહેગામમાં 3.45 ઇંચ એટલે કે પોણા 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
જનજીવન પર અસર જોવા મળી
દહેગામમાં બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન જ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બપોરે 1થી સાંજના 4 વાગ્યા સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. જોકે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

રાજ્યમાં વરસી રહેલા વરસાદ અંગે સમીક્ષા
આ દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા વરસાદી માહોલને લઈને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. રાહત કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસી રહેલા વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર
બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તમામ જિલ્લાઓની આરોગ્યલક્ષી સ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી. રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા અને કોઈપણ આકસ્મિક સ્થિતિમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જાણો આ ત્રણ જિલ્લાની શું છે સ્થિતિ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

