Valsad Crime News : વાપીના પોશ વિસ્તારમાં ATSની રેડ, મકાનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી 2 શખ્સોની કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાપીના પોશ વિસ્તારના ચલામાં એક મકાનમાં રેડ પાડવામાં આવી છે, ATSની ટીમે મોટી માત્રમાં ડ્રગ્સ ઝડપ્યું છે અને ATS ટીમે બે લોકોની અટકાયત કરી છે, ડ્રગ્સ લાવી અલગ-અલગ જગ્યાએ સપ્લાય થતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી અને કાર્યવાહી કરવામાં આવી છે, પૂછપરછમાં મોટા નામ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, વલસાડ SOGની ટીમ સાથે ATSએ સંયુકત ઓપરેશન પાર પાડયું છે. તો મોટા નામો કયા સામે આવે છે તે જોવાનું રહ્યું.
વલસાડના વાપીમાં ATSની રેડ
વાપી પોલીસ ઊંઘતી રહી અને ગુજરાત ATS પહોંચી ગઈ, વાપીના પોશ વિસ્તાર ગણાતા ચલામાં એક બંગલામાં છાપો માર્યો છે અને મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડયું છે, બે લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, ગઈકાલે સાંજે ગુજરાત એટીએસએ દરોડા પાડયા હતા, એમડી ડ્રગ્સ લાવીને તેને સપ્લાય કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, તો ગુજરાતમાં કયા કયા જિલ્લામાં આ ડ્રગ્સને સપ્લાય કરવામાં આવતું હતુ તેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સનું દૂષણ સમાજમાંથી કરો દૂર
નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ." ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સ
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.
What's Your Reaction?






