Valsad : 14 સપ્ટેમ્બરે જિલ્લામાં 54 કેન્દ્ર પર 19,354 ઉમેદવાર તલાટી ભરતીની પરીક્ષા આપશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત મહેસૂલ તલાટી (જાહેરાત ક્રમાંક 301/2025-26)ની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા તા.14/09/2025, રવિવારના રોજ વલસાડ જિલ્લામાં કુલ 54 પરીક્ષા કેન્દ્રો પર યોજાવવાની છે. જેમાં કુલ 19,354 ઉમેદવારો આ પરીક્ષા આપશે. જે અંગે બુધવારના રોજ સવારે 10.30 કલાકે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં પરીક્ષાની તૈયારી અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓને તટસ્થતા સાથે પરીક્ષાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
તમામ ઉમેદવારોએ આ વાતનું રાખવું ખાસ ધ્યાન
પરીક્ષા કેન્દ્રોમાં જરૂરી તમામ ભૌતિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફરજિયાત CCTV કેમેરા, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ વોલ, લાઇટ, પંખા તથા પીવાના પાણીની સુવિધા અને બસ સેવા, આરોગ્ય સેવા તેમજ બાયોમેટ્રિક વેરીફિકેશનની કામગીરી બાબતે નિવાસી અધિક કલેકટર દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી. પરીક્ષાનો સમયગાળો બપોરે 2થી 5 વાગ્યા સુધીનો રહેશે. તમામ ઉમેદવારોએ પરીક્ષા શરૂ થાય તે પહેલાં 2 કલાક અગાઉ કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જેથી આ વાતનું ખાસ ધ્યાન તમામ ઉમેદવારોએ રાખવું.
54 સુપરવાઈઝરોની નિમણૂંક કરવામાં આવી
સુચારૂ આયોજન માટે કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પરીક્ષા સ્થળ સંચાલકો, નાયબ કો- ઓર્ડીનેટરો, 54 મંડળના પ્રતિનિધિઓ તથા 54 તકેદારી સુપરવાઈઝરોની નિમણૂંક કરવામાં આવી છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્યનું પરિવહન અને સુરક્ષા વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જે અંગે પણ નિવાસી અધિક કલેકટરે સમીક્ષા કરી હતી.
What's Your Reaction?






