Valsadમાં આવક વેરા વિભાગનું સૌથી મોટું ઓપરેશન, ITની 16 ટીમો એકશનમાં
વલસાડમાં આવક વેરા વિભાગનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું. આવક વેરા વિભાગ દ્વારા અલગ- અલગ ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. એક સાથે આવક વેરા વિભાગની 16 ટીમો અલગ-અલગ ધંધાર્થીઓને ત્યાં ત્રાટકી.જિલ્લામાં નાના મોટા તમામ વેપારીઓના બિનહિસાબી નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવશે.વલસાડ જિલ્લામાં સૌથી મોટી રેડજિલ્લાના આવક વેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આવક વેરા વિભાગની વલસાડ જિલ્લામાં આ સૌથી મોટી રેડ માનવામાં આવે છે. ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગની 16 ટીમો દ્વારા બિલ્ડર્સ, આર્કિટેક્ટ અને વકીલ સહિતના તમામને ત્યાં તપાસ હાથ ધરાઈ. થોડા સમય પહેલા જ એક ઝવેરીના અલગ-અલગ શો રૂમ પર ITની ટીમે દરોડા પાડતા અન્ય જ્વેલર્સમાં ફફડાટ જોવા મળ્યો હતો. આવક વેરા વિભાગ એકશનમાંમાર્ચ મહિનો આવતા જ આવક વેરા વિભાગ વધુ સક્રિય બની દરોડાની કાર્યવાહી હાથ ધરે છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલમાં રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા હાથ ધરાયા છે. મોટા શહેરોમાં મોટા વેપારીઓ, ઝવેરીઓ અને ખાસ કરીને બિલ્ડર્સને ત્યાં દરોડા પાડી મોટા બેનામી વ્યવહારો અને રોકડ જપ્ત કરે છે. દેવ ગ્રુપ પર દરોડાહાલમાં IT વિભાગ દ્વારા મીઠા કારોબારના જાણીતા દેવ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. દેવ ગ્રુપના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયા સહિતના કુલ 20 સ્થળો પર દરોડા પાડી શંકાસ્પદ હિસાબી દસ્તાવેજ કબ્જે કરાયા. દેવગ્રુપ પર હજુ પણ તપાસ ચાલી રહી છે. ત્યારે દરોડાની કાર્યવાહીમાં આગામી સમયમાં મોટી રકમની કરચોરી બહાર આવી શકે છે. ITનું સૌથી મોટું ઓપરેશન 10 દિવસ ચાલ્યુંવલસાડમાં આવકવેરા વિભાગનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે ત્યારે ભારતના ઇતિહાસમાં ઓડિશામાં દારુ બનાવતી કંપની પર ITની સૌથી મોટી રેડ પાડવામાં આવી હતી. જે 10 દિવસ સુધી ચાલી હતી અને આ દરોડામાં અધિકારીઓને 352 કરોડ રૂપિયાની જંગી બેનામી રકમ સાથે કિમંતી વસ્તુઓ મળી હતી જેની ઓળખ કરવા 36 જેટલા મશીનોનો ઉપયોગ કરાયો હતો.
![Valsadમાં આવક વેરા વિભાગનું સૌથી મોટું ઓપરેશન, ITની 16 ટીમો એકશનમાં](https://epapercdn.sandesh.com/images/2025/02/13/rZH6IKUA8vEY3WSaghBY6hTE0uc6HNlEk7XXifoA.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં આવક વેરા વિભાગનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું. આવક વેરા વિભાગ દ્વારા અલગ- અલગ ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. એક સાથે આવક વેરા વિભાગની 16 ટીમો અલગ-અલગ ધંધાર્થીઓને ત્યાં ત્રાટકી.જિલ્લામાં નાના મોટા તમામ વેપારીઓના બિનહિસાબી નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવશે.
વલસાડ જિલ્લામાં સૌથી મોટી રેડ
જિલ્લાના આવક વેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આવક વેરા વિભાગની વલસાડ જિલ્લામાં આ સૌથી મોટી રેડ માનવામાં આવે છે. ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગની 16 ટીમો દ્વારા બિલ્ડર્સ, આર્કિટેક્ટ અને વકીલ સહિતના તમામને ત્યાં તપાસ હાથ ધરાઈ. થોડા સમય પહેલા જ એક ઝવેરીના અલગ-અલગ શો રૂમ પર ITની ટીમે દરોડા પાડતા અન્ય જ્વેલર્સમાં ફફડાટ જોવા મળ્યો હતો.
આવક વેરા વિભાગ એકશનમાં
માર્ચ મહિનો આવતા જ આવક વેરા વિભાગ વધુ સક્રિય બની દરોડાની કાર્યવાહી હાથ ધરે છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલમાં રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા હાથ ધરાયા છે. મોટા શહેરોમાં મોટા વેપારીઓ, ઝવેરીઓ અને ખાસ કરીને બિલ્ડર્સને ત્યાં દરોડા પાડી મોટા બેનામી વ્યવહારો અને રોકડ જપ્ત કરે છે.
દેવ ગ્રુપ પર દરોડા
હાલમાં IT વિભાગ દ્વારા મીઠા કારોબારના જાણીતા દેવ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. દેવ ગ્રુપના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયા સહિતના કુલ 20 સ્થળો પર દરોડા પાડી શંકાસ્પદ હિસાબી દસ્તાવેજ કબ્જે કરાયા. દેવગ્રુપ પર હજુ પણ તપાસ ચાલી રહી છે. ત્યારે દરોડાની કાર્યવાહીમાં આગામી સમયમાં મોટી રકમની કરચોરી બહાર આવી શકે છે.
ITનું સૌથી મોટું ઓપરેશન 10 દિવસ ચાલ્યું
વલસાડમાં આવકવેરા વિભાગનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે ત્યારે ભારતના ઇતિહાસમાં ઓડિશામાં દારુ બનાવતી કંપની પર ITની સૌથી મોટી રેડ પાડવામાં આવી હતી. જે 10 દિવસ સુધી ચાલી હતી અને આ દરોડામાં અધિકારીઓને 352 કરોડ રૂપિયાની જંગી બેનામી રકમ સાથે કિમંતી વસ્તુઓ મળી હતી જેની ઓળખ કરવા 36 જેટલા મશીનોનો ઉપયોગ કરાયો હતો.