Valsadથી પ્લાસ્ટિકના રોલની આડમાં દમણથી ભરૂચમાં લઈ જવાતો લાખોનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાની અનેક ઘટનો સામે આવતી હોય છે, ત્યારે ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરનો નવો ખેમિયો સામે આવ્યો છે. વલસાડથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ ઝડપાયો છે.વલસાડથી પ્લાસ્ટિકની સ્ટ્રો અને ફ્રુટી પેકેટ બનવવાના પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂ ઝડપાયો છે. રૂરલ પોલીસે ધમદાચી નેશનલ હાઇવે 48 પરથી 5.52 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. સંઘ પ્રદેશ દમણથી ભરૂચ ખાતે દારૂ લઈ જવાતો હોવાની બાતમીના આધારે રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂપિયા 16.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દેશભરમાં ગુજરાત સહિત જૂજ રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના અમલીકરણમાં ઢીલાશ જોવા મળી રહી છે. અવાર - નવાર દારૂ શહેર તથા રાજ્યભરમાં પકડવામાં આવે છે. તેવામાં હવે ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરનો નવો ખેમિયો સામે આવ્યો છે. વલસાડથી પ્લાસ્ટિકના રોલની આડમાં દમણથી ભરૂચમાં લઈ જવાતો દારૂ પકડ્યો છે. ધમદાચી હાઈવે પરથી 5.52 લાખનો દારુ ઝડપાયો છે. પોલીસે દારુના જથ્થા સાથે બે આરોપીને ઝડપ્યા છે. કુલ 16.40 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
![Valsadથી પ્લાસ્ટિકના રોલની આડમાં દમણથી ભરૂચમાં લઈ જવાતો લાખોનો દારૂ ઝડપાયો](https://epapercdn.sandesh.com/images/2025/02/07/NYXdM4XhtsZdxQU1HDSpsp5DZdNgJFbR7rbl6W8K.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાની અનેક ઘટનો સામે આવતી હોય છે, ત્યારે ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરનો નવો ખેમિયો સામે આવ્યો છે. વલસાડથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ ઝડપાયો છે.
વલસાડથી પ્લાસ્ટિકની સ્ટ્રો અને ફ્રુટી પેકેટ બનવવાના પ્લાસ્ટિકના રોલની આડમાં દારૂ ઝડપાયો છે. રૂરલ પોલીસે ધમદાચી નેશનલ હાઇવે 48 પરથી 5.52 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. સંઘ પ્રદેશ દમણથી ભરૂચ ખાતે દારૂ લઈ જવાતો હોવાની બાતમીના આધારે રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂપિયા 16.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દેશભરમાં ગુજરાત સહિત જૂજ રાજ્યોમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના અમલીકરણમાં ઢીલાશ જોવા મળી રહી છે. અવાર - નવાર દારૂ શહેર તથા રાજ્યભરમાં પકડવામાં આવે છે. તેવામાં હવે ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરનો નવો ખેમિયો સામે આવ્યો છે. વલસાડથી પ્લાસ્ટિકના રોલની આડમાં દમણથી ભરૂચમાં લઈ જવાતો દારૂ પકડ્યો છે. ધમદાચી હાઈવે પરથી 5.52 લાખનો દારુ ઝડપાયો છે. પોલીસે દારુના જથ્થા સાથે બે આરોપીને ઝડપ્યા છે. કુલ 16.40 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.