Vadodaraમાં વીજ લાઈનના સમારકામ સમયે કરંટ લાગતા GEBના કર્મીનું મોત

વડોદરામાં વીજ કરંટ લાગતા GEBના કર્મીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. સુભાનપુરા હાઈટેશન રોડ વિસ્તારમાં વીજ લાઈનના સમારકામ સમયે GEBના કર્મીને વીજ કરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું છે.વડોદરામાં સુભાનપુરા હાઈટેશન રોડ વિસ્તારમાં GEBના કર્મી ધર્મેન્દ્ર જયસ્વાલ વીજ લાઈનના સમારકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાની સાથે GEBના કર્મી ધર્મેન્દ્ર જયસ્વાલ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભણીયારાનો વતની ધર્મેન્દ્ર જયસવાલ MGVCLમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા હતા. વીજ લાઈન ના સમારકામ સમયે કરંટ લાગતા GEB કર્મી ઇજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમારકામ સમયે વીજલાઈન બંધ કરાઈ હોવાનો વીજ કર્મીનો દાવો છે, પણ અન્ય લાઈન ચાલુ હોવાથી કરંટ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લવામાં આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Vadodaraમાં વીજ લાઈનના સમારકામ સમયે કરંટ લાગતા GEBના કર્મીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં વીજ કરંટ લાગતા GEBના કર્મીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. સુભાનપુરા હાઈટેશન રોડ વિસ્તારમાં વીજ લાઈનના સમારકામ સમયે GEBના કર્મીને વીજ કરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું છે.

વડોદરામાં સુભાનપુરા હાઈટેશન રોડ વિસ્તારમાં GEBના કર્મી ધર્મેન્દ્ર જયસ્વાલ વીજ લાઈનના સમારકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાની સાથે GEBના કર્મી ધર્મેન્દ્ર જયસ્વાલ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. 

ભણીયારાનો વતની ધર્મેન્દ્ર જયસવાલ MGVCLમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા હતા. વીજ લાઈન ના સમારકામ સમયે કરંટ લાગતા GEB કર્મી ઇજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સમારકામ સમયે વીજલાઈન બંધ કરાઈ હોવાનો વીજ કર્મીનો દાવો છે, પણ અન્ય લાઈન ચાલુ હોવાથી કરંટ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લવામાં આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.