Vadodaraમાં તસ્કરોએ સીસીટીવી પર સ્પ્રે માર્યા બાદ કરી રૂપિયા 18 લાખની ચોરી

વડોદરા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે,ઠંડીની સિઝનમાં તસ્કરોને જાણે મજા પડી ગઈ હોય ચોરી કરવામાં એવું લાગી રહ્યું છે,માંજલપુર વિસ્તારમાં આવેલ માનસી જવેલર્સમાં તસ્કરોએ રૂપિયા 18 લાખની ચોરી કરીન તસ્કરોને ખુલ્લો પડકાર ફેંકયો છે,ત્યારે પોલીસ આરોપી સુધી કેટલા સમયમાં પહોંચશે તે જોવાનું રહેશે. 18 લાખના દાગીનાની ચોરી માંજલપુરમાં જવેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા,જવેલર્સમાંથી 18 લાખના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે ત્યારે તસ્કરોએ સીસીટીવી પર સ્પ્રે માર્યુ અને ત્યારબાદ ચોરી કરી હતી બે થી ત્રણ તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા અને એક તસ્કરે સ્પ્રે માર્યુ અને બાકીના તસ્કરો ચોરી કરીને ફરાર થયા હતા,દુકાનનું તાળુ તોડીને આ ચોરી કરવામાં આવી છે,શો રૂમના માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડોગ સ્કોર્ડની લીધી મદદ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સાથે સાથે ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવી હતી.35 હજાર 550 કિલોગ્રામ ચાંદીના વાસણો, ભગવાનની મૂર્તિઓ અને હીરાની વીંટીની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસની અલગ-અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પોલીસ ઝડપી લેશે તેવું રટણ કરી રહી છે. રેકી કરીને ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કોઈએ રેકી કરીને પહેલા ગયું હોય બાકી અજાણ્યું હોય તો એકદમ ખ્યાલ ન હોય કે દુકાનમાં કઈ જગ્યાએ કેમેરા છે. લગભગ 35 કિલોની આસપાસ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. અમારી અપેક્ષા છે કે અમને અમારો મુદ્દામાલ મળી જાય કારણ કે અમારી જીવનભરની પુંજી છે. અઠવાડિયા પહેલા પણ અહીં નજીકમાં એક આવો બનાવ બન્યો હતો પણ એ વખતે આજુબાજુ મજૂરો કામ કરતા હતા એટલે જાગી ગયા અને ચોરો એમના કામમાં સફળ ના થઈ શક્યા. માત્ર તાળું તોડીને નીકળી ગયા હતા. 

Vadodaraમાં તસ્કરોએ સીસીટીવી પર સ્પ્રે માર્યા બાદ કરી રૂપિયા 18 લાખની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે,ઠંડીની સિઝનમાં તસ્કરોને જાણે મજા પડી ગઈ હોય ચોરી કરવામાં એવું લાગી રહ્યું છે,માંજલપુર વિસ્તારમાં આવેલ માનસી જવેલર્સમાં તસ્કરોએ રૂપિયા 18 લાખની ચોરી કરીન તસ્કરોને ખુલ્લો પડકાર ફેંકયો છે,ત્યારે પોલીસ આરોપી સુધી કેટલા સમયમાં પહોંચશે તે જોવાનું રહેશે.

18 લાખના દાગીનાની ચોરી

માંજલપુરમાં જવેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા,જવેલર્સમાંથી 18 લાખના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે ત્યારે તસ્કરોએ સીસીટીવી પર સ્પ્રે માર્યુ અને ત્યારબાદ ચોરી કરી હતી બે થી ત્રણ તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા અને એક તસ્કરે સ્પ્રે માર્યુ અને બાકીના તસ્કરો ચોરી કરીને ફરાર થયા હતા,દુકાનનું તાળુ તોડીને આ ચોરી કરવામાં આવી છે,શો રૂમના માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ડોગ સ્કોર્ડની લીધી મદદ

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સાથે સાથે ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવી હતી.35 હજાર 550 કિલોગ્રામ ચાંદીના વાસણો, ભગવાનની મૂર્તિઓ અને હીરાની વીંટીની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસની અલગ-અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પોલીસ ઝડપી લેશે તેવું રટણ કરી રહી છે.

રેકી કરીને ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન

કોઈએ રેકી કરીને પહેલા ગયું હોય બાકી અજાણ્યું હોય તો એકદમ ખ્યાલ ન હોય કે દુકાનમાં કઈ જગ્યાએ કેમેરા છે. લગભગ 35 કિલોની આસપાસ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. અમારી અપેક્ષા છે કે અમને અમારો મુદ્દામાલ મળી જાય કારણ કે અમારી જીવનભરની પુંજી છે. અઠવાડિયા પહેલા પણ અહીં નજીકમાં એક આવો બનાવ બન્યો હતો પણ એ વખતે આજુબાજુ મજૂરો કામ કરતા હતા એટલે જાગી ગયા અને ચોરો એમના કામમાં સફળ ના થઈ શક્યા. માત્ર તાળું તોડીને નીકળી ગયા હતા.