Vadodaraમાં આંગણવાડી કર્મચારીઓની લઘુતમ વેતન અને દિવાળી બોનસ ન મળતા ઉગ્ર આંદોલનની ચીમકી

Oct 12, 2025 - 01:00
Vadodaraમાં આંગણવાડી કર્મચારીઓની લઘુતમ વેતન અને દિવાળી બોનસ ન મળતા ઉગ્ર આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવાર અગાઉ જ વડોદરામાં આંગણવાડી કાર્યકરોની હૈયાહોળી જોવા મળી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ પોતાની પડતર માંગણીઓ માટે વિરોધ રેલી યોજી હતી. અંદાજે 500 જેટલી બહેનો આ રેલીમાં જોડાઈ હતી. જે ભગતસિંહ ચોકથી નવલખી મેદાન સુધી યોજવામાં આવી હતી.

આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓ અને આક્ષેપો :

લઘુતમ વેતનનો અભાવ, ઓછો પગાર અને વધુ કામ, દિવાળી બોનસનો આક્ષેપ, અપૂરતી સુવિધાઓ અને કાયમી ન થવું. લઘુતમ વેતનનો અભાવ: બહેનોનો દાવો છે કે હાઈકોર્ટનો સ્પષ્ટ હુકમ હોવા છતાં તેમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ માટે નક્કી કરાયેલું લઘુતમ વેતન આપવામાં આવતું નથી. ઓછો પગાર અને વધુ કામ: હાલમાં તેમને માત્ર રૂ.10,000 જેટલો ઓછો પગાર મળે છે. જેની સામે તેમને અનેકવિધ સરકારી કામગીરીઓ સોંપવામાં આવે છે. દિવાળી બોનસનો આક્ષેપ: સામાન્ય માણસને પણ દિવાળી નિમિત્તે બોનસ મળતું હોય છે. પરંતુ આંગણવાડી બહેનોને દિવાળી બોનસ પણ આપવામાં આવતું નથી. અપૂરતી સુવિધાઓ: આંગણવાડી કાર્યકરોને તેમની કામગીરી માટે જરૂરી નવા મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા નથી. કાયમી ન થવું: વર્ષોથી નોકરી કરવા છતાં તેમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવતો નથી.

પડતર માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

આંગણવાડી કર્મચારી સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તેમની આ તમામ પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે. આ રેલી દ્વારા બહેનોએ સરકાર અને સંબંધિત વિભાગોનું ધ્યાન દોરીને ન્યાયની માંગ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0