Vadodaraમાં PM મોદીના આગમનની તડામાર તૈયારી, ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મળશે મોટી ભેટ

Sep 4, 2026 - 13:30
Vadodaraમાં PM મોદીના આગમનની તડામાર તૈયારી, ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મળશે મોટી ભેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સંસ્કારી નગરીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘નમો ફોર વિકસિત ભારત’ બ્રાન્ડિંગ હેઠળ એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મધ્ય ગુજરાત માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની મોટી ભેટોની જાહેરાત કરવામાં આવશે. આ મહા-આયોજનમાં વડીલો, યુવાનો અને સમાજના તમામ વર્ગો ઉત્સાહભેર જોડાશે, જ્યાં દેશના ઘડતરમાં વડીલોના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવશે તથા આગામી 20 વર્ષના ‘વિકસિત ભારત’ના સ્પષ્ટ રોડમેપ પર ખાસ ભાર મુકાશે.

FIFA અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ્સની તર્જ પર 4K કેમેરાથી લાઈવ પ્રોડક્શન

આ વખતના કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા તેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટેકનિકલ પ્રોડક્શન કવરેજ બની રહેશે. FIFA વર્લ્ડ કપ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈવેન્ટ્સના ધોરણે અત્યાધુનિક 4K કેમેરા અને હાઈ-ટેક ટેકનોલોજી સાથે લાઈવ પ્રોડક્શન કરવામાં આવશે. આ ભવ્ય કવરેજને સફળ બનાવવા માટે દેશ અને વિદેશની જાણીતી પ્રોડક્શન ટીમો વડોદરા ખાતે કાર્યક્રમ સાથે જોડાઈ છે. ટેકનોલોજીના આ ઉત્કૃષ્ટ સમન્વયથી PMના આ કાર્યક્રમનું પ્રસારણ વૈશ્વિક સ્તરનું અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી અત્યંત પ્રભાવશાળી બની રહેશે.

વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ, નાગરિકોને મળશે અનોખો વિઝ્યુઅલ અનુભવ

કાર્યક્રમ સ્થળે સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને મંડપ સહિતની તમામ કામગીરીને વડોદરા વહીવટી તંત્ર દ્વારા ઝડપથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને તમામ પાસાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહેનારા તમામ નાગરિકો તેમજ લાઈવ જોનારા દર્શકો માટે એક અનોખો અને અદ્ભુત વિઝ્યુઅલ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજન વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાત માટે એક યાદગાર ક્ષણ બની રહેશે.

આ પણ વાંચો : Suratના ઉત્રાણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો, નગ્ન વીડિયો બનાવી રૂ.70 લાખ અને આખું મકાન હડપવાનો ખેલ, પોલીસ ચોંકી!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0