Vadodaraના ડભોઈમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી, સરિતા ઓવરબ્રિજમાં દેખાયા સળિયા

સરિતા ઓવર બ્રિજ ઉપર રેલવે ભાગમાં પડ્યા મોટા ખાડા સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈ ઉઠ્યા સવાલ બ્રિજ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઇ વડોદરા જિલ્લમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ડભોઈમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલી ખોલી છે. ડભોઈમાં નવા બનતા સરિતા ઓવરબ્રિજ ઉપર રેલવે ભાગમાં મોટા ખાડા પડ્યા છે. બ્રિજની મધ્યમાં સળિયા દેખાતા ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા છે. આ બ્રિજ પર સળિયા દેખાતા રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સપ્તાહ પૂર્વે જ પેચ વર્ક કરવામાં આવ્યું હતું. જોકે, થોડા જ વરસાદમાં પુન: સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંદેશ ન્યૂઝ પહોંચતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો પર પહોંચતા જ બ્રિજ ઉપરના પડી ગયેલા ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો દરમિયાન સિમેન્ટ પણ તકલાદી વાપરતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ બ્રિજના કામમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ વાપરવામાં આવી રહી છે અને તે પણ બાજી ગયેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ બ્રિજ પર સળિયા દેખાતા હતા તેને માત્ર ઠીંગડા મારવામાં આવ્યા છે. તેમજ બ્રિજની કામગીરી દરમિયાન મજૂરો પણ જીવના જોખમે ચાલુ રોડ પર વાહનોની અવરજવર વચ્ચે કામ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વરસાદમાં ફરી સળિયા દેખાયા કામગીરી સામે સવાલ વર્ષ 2019થી બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી માત્ર એક જ સાઈડ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે. જેના કારણે બ્રિજની એક સાઈડ પર વાહનનું ભારણ વધ્યું છે. રેલ્વે ઓવરબ્રિજનો મધ્ય ભાગ રેલ્વે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવ્યો છે. લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે ધીમીગતિએ ચાલતી ઓવર બ્રિજની કામગીરીમાં ઝડપ ક્યારે થશે. સામાન્ય વરસાદમાં ફરી સળિયા દેખાવા લાગતા બ્રિજની કામગીરીને સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રેલવે ઓવરબ્રિજ પર ગાબડા પડાયાની ઘટના સામે આવી હતી થોડા જ દિવસો પહેલા ડભોઇથી સાઠોદ માર્ગ પર ચાંદોદ, રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલ્વે લાઈન ઉપર ઓવર બ્રિજ ગત મે 2023માં નિર્માણ થઈ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આશરે 26 કરોડના ખર્ચે બનેલ આ બ્રિજ પર 10 મહિનામાં જ આર.સી.સી ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા હતા. હવે આ સળિયા બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે જોખમ રૂપ હોવાથી માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા બ્રિજમાં ભષ્ટ્રાચાર રાજ્યમાં અવારનવાર બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે પ્રજાની સુખાકારી માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે. તંત્રના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીને લીધે સરકારે પ્રજા પાસેથી કરવેરાના સ્વરુપે ઉઘરાવેલા આ કરોડો રુપિયા પાણીમાં જાય છે. આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે વધુ નફો મેળવવાની લાલચે મટિરિયલની ગુણવત્તામાં ગોલમાલ કરતા રહે છે.

Vadodaraના ડભોઈમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી, સરિતા ઓવરબ્રિજમાં દેખાયા સળિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરિતા ઓવર બ્રિજ ઉપર રેલવે ભાગમાં પડ્યા મોટા ખાડા
  • સળિયા દેખાતા બ્રિજની ગુણવત્તાને લઈ ઉઠ્યા સવાલ
  • બ્રિજ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઇ

વડોદરા જિલ્લમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ડભોઈમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલી ખોલી છે. ડભોઈમાં નવા બનતા સરિતા ઓવરબ્રિજ ઉપર રેલવે ભાગમાં મોટા ખાડા પડ્યા છે. બ્રિજની મધ્યમાં સળિયા દેખાતા ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા છે. આ બ્રિજ પર સળિયા દેખાતા રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સપ્તાહ પૂર્વે જ પેચ વર્ક કરવામાં આવ્યું હતું. જોકે, થોડા જ વરસાદમાં પુન: સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સંદેશ ન્યૂઝ પહોંચતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ

સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો પર પહોંચતા જ બ્રિજ ઉપરના પડી ગયેલા ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો દરમિયાન સિમેન્ટ પણ તકલાદી વાપરતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ બ્રિજના કામમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ વાપરવામાં આવી રહી છે અને તે પણ બાજી ગયેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ બ્રિજ પર સળિયા દેખાતા હતા તેને માત્ર ઠીંગડા મારવામાં આવ્યા છે. તેમજ બ્રિજની કામગીરી દરમિયાન મજૂરો પણ જીવના જોખમે ચાલુ રોડ પર વાહનોની અવરજવર વચ્ચે કામ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

વરસાદમાં ફરી સળિયા દેખાયા કામગીરી સામે સવાલ

વર્ષ 2019થી બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી માત્ર એક જ સાઈડ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે. જેના કારણે બ્રિજની એક સાઈડ પર વાહનનું ભારણ વધ્યું છે. રેલ્વે ઓવરબ્રિજનો મધ્ય ભાગ રેલ્વે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવ્યો છે. લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે ધીમીગતિએ ચાલતી ઓવર બ્રિજની કામગીરીમાં ઝડપ ક્યારે થશે. સામાન્ય વરસાદમાં ફરી સળિયા દેખાવા લાગતા બ્રિજની કામગીરીને સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રેલવે ઓવરબ્રિજ પર ગાબડા પડાયાની ઘટના સામે આવી હતી

થોડા જ દિવસો પહેલા ડભોઇથી સાઠોદ માર્ગ પર ચાંદોદ, રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલ્વે લાઈન ઉપર ઓવર બ્રિજ ગત મે 2023માં નિર્માણ થઈ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આશરે 26 કરોડના ખર્ચે બનેલ આ બ્રિજ પર 10 મહિનામાં જ આર.સી.સી ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા હતા. હવે આ સળિયા બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે જોખમ રૂપ હોવાથી માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી.

કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા બ્રિજમાં ભષ્ટ્રાચાર

રાજ્યમાં અવારનવાર બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે પ્રજાની સુખાકારી માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે. તંત્રના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીને લીધે સરકારે પ્રજા પાસેથી કરવેરાના સ્વરુપે ઉઘરાવેલા આ કરોડો રુપિયા પાણીમાં જાય છે. આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે વધુ નફો મેળવવાની લાલચે મટિરિયલની ગુણવત્તામાં ગોલમાલ કરતા રહે છે.