Vadodaraના કલાકારોએ ગરબા રજૂ કરી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું અભિવાદન કર્યું

રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી–૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્પેનીશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાયા જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર પિંકીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.જેને સ્પેનિશ વડાપ્રધાનએ નિહાળ્યું હતું.ભારત અને સ્પેનના વડાપ્રધાનને આવકારવા દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ અજબ ઉત્સાહ જોવા મળ્યો હતો.એમએસ યુનિવર્સિટીની છાત્રા દિયા ગોસાઇ જાતે બનાવેલા ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાઇ ગઇ છે.લોકોનો અનોખો ઉત્સાહ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અજબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમાંય એક દિવ્યાંગ વિદ્યાર્થિનીનો આંગતૂકોને આવકારવા માટેનો ઉમંગ ઉડીને આંખે વળગે એવો હતો.એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી. કર્ણાટકના છાવ નૃત્ય રજૂ કરી કલાકારોએ જમાવ્યું આકર્ષણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું. 

Vadodaraના કલાકારોએ ગરબા રજૂ કરી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું અભિવાદન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી–૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્પેનીશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું.

ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાયા

જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર પિંકીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.જેને સ્પેનિશ વડાપ્રધાનએ નિહાળ્યું હતું.ભારત અને સ્પેનના વડાપ્રધાનને આવકારવા દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ અજબ ઉત્સાહ જોવા મળ્યો હતો.એમએસ યુનિવર્સિટીની છાત્રા દિયા ગોસાઇ જાતે બનાવેલા ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાઇ ગઇ છે.


લોકોનો અનોખો ઉત્સાહ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અજબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમાંય એક દિવ્યાંગ વિદ્યાર્થિનીનો આંગતૂકોને આવકારવા માટેનો ઉમંગ ઉડીને આંખે વળગે એવો હતો.એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી.


કર્ણાટકના છાવ નૃત્ય રજૂ કરી કલાકારોએ જમાવ્યું આકર્ષણ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.