Vadodara:ડભોઇમાં ગણેશોત્સવની તડામાર તૈયારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઈ નગરમાં વડોદરી ભાગોળથી ડેપો જવાના માર્ગ પર ગણપતિજીની નાની મોટી પ્રતિમાઓ લઈને વેપારીઓ વેચાણ અર્થે બેઠેલ છે. આ વર્ષે ગણપતિ મંડળો દ્વારા તડામાર તૈયારી કરી લીધી છે.
સુંદર સજાવટવાળા પંડાલોને આ ગણપતિજીની સ્થાપના કરવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે. થોડા દિવસો જ બાકી રહેતા ભક્તોનો ઉત્સાહ વધી ગયો છે. ગણેશોત્સવ ઉજવવા માટે મંડળો દ્વારા ડીજે સાઉન્ડ અને લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે આયોજકો દોડાદોડી કરી રહ્યાં છે. નાની પ્રતિમાઓનું ઘરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના કરવાની હોવાથી તેઓ નાની પ્રતિમાઓ બુક કરાવી રહેલ છે. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા ગણેશ મંડળો દ્વારા મોટા મંડપ બાંધીને ગણપતિજીની સ્થાપના માટે નગરના વિવિધ વિસ્તારમાં તૈયારીમાં લાગ્યા છે. ડભોઈ કોટ વિસ્તાર બહાર વડોદરી ભાગોળ રોડથી ડેપો જવાના માર્ગ પર મૂર્તિકારો વિવિધ અવનવી મૂર્તિઓ બનાવીને પંડાલો ઊભા કરીને વેચવા અર્થે આખો દિવસ બેસે છે. હાલ તો વિવિધ મંડળો દ્વારા તેમજ ગ્રામ્યમાંથી આયોજકો શ્રીજીની અવનવી મૂર્તિઓ બુકિંગ કરાવી લે છે. સ્થાપનાના આગલા દિવસે વાજતે ગાજતે શ્રીજી ની સવારી શ્રદ્ધાળુ દ્વારા સ્થાપના સ્થળે ડીજેના તાલે ભક્તિમય વાતાવરણમાં લઈ જતા નગરના મુખ્ય માર્ગો પર લોકો જોવા મળશે. કેટલાક ગણપતિ મંડળોના આયોજકો દ્વારા વડોદરા પણ મોટી મૂર્તિઓ ગણપતિજીની બુકિંગ કરાવેલ છે.
What's Your Reaction?






