Vadodara: હરણી લેક દુર્ઘટના મુદ્દે તત્કાલિન મ્યુ. કમિશનરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની રાહત માગતી અરજી ફગાવી છે. હાઇકોર્ટના આદેશને વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે પૂર્વ કમિશનર સામે પગલાં લેવા આદેશ કર્યો હતો. તત્કાલિન કમિશનર વિનોદ રાવ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવામાં શંકાસ્પદ ભૂમિકા હતી. દુર્ઘટનામાં મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા સામે આવી હતી. બેદરકારીથી લોકોના જીવ ગયાના રિપોર્ટમાં ઉલ્લેખ છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા ત્રીજી જુલાઇના રોજ થયેલી સુનાવણી બાદનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને એમાં વડોદરાના તત્કાલીન બંને મ્યુનિસિપલ કમિશનરો એચ. એસ. પટેલ અને વિનોદ રાવની આકરી ટીકા કરી હતી અને નોંધ્યું હતું કે, ‘તત્કાલિન બંને મ્યુ. કમિશનરો તેમની કાયદેસરની ફરજની બજવણી કરવાના દોષિત જણાય છે અને તેમણે સત્તાનો, તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. સાથે જ રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે બંને મ્યુ. કમિશનરો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તેને કાયદાની પ્રક્રિયાનો અમલ કરીને તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડવામાં આવે. આ કાર્યવાહી કર્યા બાદ તે કંઇ પણ પરિણામો આવે એ હાઇકોર્ટ સમક્ષ આગામી સુનાવણીએ રજૂ કરવામાં આવે.ચીફ જસ્ટિસની ખંડપીઠે અવલોકન કર્યું હતું ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે આદેશમાં અત્યંત આકરૂં અવલોકન કર્યું હતુ કે અમારા મતે હરણી બોટ સહિતની સેવા માટે જે ટેન્ડરની ફાળવણી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર પદ્ધતિથી કરાઇ હતી. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તત્કાલિન કમિશનર ડો વિનોદ રાવ દ્વારા કોટિયા પ્રોજેક્ટ્સને સફળ બીડર તરીકે દરખાસ્ત કરી ગેરરીતિ આચરાઇ હતી. જે રીતે સ્ટેન્ડિંગ કમિટીએ તે દરખાસ્તને મંજૂરી આપી એ ચોંકાવનારી છે. કોર્ટના મતે બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા છે. કોર્ટે કહ્યું હતું કે, એટલું તો જરૂર કહીશું કે શહેરી વિકાસ વિભાગના સચિવે આ મામલે ગંભીરતા દાખવવી જોઇએ. ખાસ કરીને કઇ રીતે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડી કામ કરે છે એના પર ચેકિંગ રાખવું જોઇએ, જેથી ફરીથી આવી દુર્ઘટનાઓ ન ઘટે.’ હાઇકોર્ટે નોંધ્યું છે કે,‘હાલના તબક્કે અમે કમિટીએ જે રીતે રિપોર્ટ તૈયાર કર્યો એના વિશે વધુ કોઇ અવલોકન કરતાં નથી. કેમ કે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું નિવેદન છે કે બંને અધિકારીઓની સામે GAD દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. તેથી હાલ કોર્ટ સરકારને તેમના નિવેદન મુજબ બંને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કરે છે.’ કોટિયાને કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ ખંડપીઠે આદેશમાં શહેરી વિકાસ અને રાજ્યની તમામ મનપા અને નપા સહિતની જાહેર સંસ્થાઓની કાર્યપદ્ધતિની ટીકા કરતાં નોંધ્યું હતું કે,‘વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવા માટેની જે પદ્ધતિ અપનાવવામાં આવી હતી, એવી જ પદ્ધતિ તમામ મનપા, નપા સહિતના જાહેર સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવતી હોવાનો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો અભિપ્રાય કોર્પોરેશનમાં ચાલતી કાર્યપદ્ધતિને દબાવવાનો પ્રયત્ન છે. એટલું જ નહીં કમિટીના રિપોર્ટ પ્રત્યે અમને સખત વાંધો છે કેમ કે તેમાં કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાકટની ફાળવણીમાં થયેલી ગેરરીતિને કવર અપ કરવાનો છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની રાહત માગતી અરજી ફગાવી છે. હાઇકોર્ટના આદેશને વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે પૂર્વ કમિશનર સામે પગલાં લેવા આદેશ કર્યો હતો. તત્કાલિન કમિશનર વિનોદ રાવ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવામાં શંકાસ્પદ ભૂમિકા હતી. દુર્ઘટનામાં મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા સામે આવી હતી. બેદરકારીથી લોકોના જીવ ગયાના રિપોર્ટમાં ઉલ્લેખ છે.
વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા ત્રીજી જુલાઇના રોજ થયેલી સુનાવણી બાદનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને એમાં વડોદરાના તત્કાલીન બંને મ્યુનિસિપલ કમિશનરો એચ. એસ. પટેલ અને વિનોદ રાવની આકરી ટીકા કરી હતી અને નોંધ્યું હતું કે, ‘તત્કાલિન બંને મ્યુ. કમિશનરો તેમની કાયદેસરની ફરજની બજવણી કરવાના દોષિત જણાય છે અને તેમણે સત્તાનો, તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. સાથે જ રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે બંને મ્યુ. કમિશનરો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તેને કાયદાની પ્રક્રિયાનો અમલ કરીને તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડવામાં આવે. આ કાર્યવાહી કર્યા બાદ તે કંઇ પણ પરિણામો આવે એ હાઇકોર્ટ સમક્ષ આગામી સુનાવણીએ રજૂ કરવામાં આવે.
ચીફ જસ્ટિસની ખંડપીઠે અવલોકન કર્યું હતું
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે આદેશમાં અત્યંત આકરૂં અવલોકન કર્યું હતુ કે અમારા મતે હરણી બોટ સહિતની સેવા માટે જે ટેન્ડરની ફાળવણી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર પદ્ધતિથી કરાઇ હતી. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તત્કાલિન કમિશનર ડો વિનોદ રાવ દ્વારા કોટિયા પ્રોજેક્ટ્સને સફળ બીડર તરીકે દરખાસ્ત કરી ગેરરીતિ આચરાઇ હતી. જે રીતે સ્ટેન્ડિંગ કમિટીએ તે દરખાસ્તને મંજૂરી આપી એ ચોંકાવનારી છે. કોર્ટના મતે બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા છે. કોર્ટે કહ્યું હતું કે, એટલું તો જરૂર કહીશું કે શહેરી વિકાસ વિભાગના સચિવે આ મામલે ગંભીરતા દાખવવી જોઇએ. ખાસ કરીને કઇ રીતે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડી કામ કરે છે એના પર ચેકિંગ રાખવું જોઇએ, જેથી ફરીથી આવી દુર્ઘટનાઓ ન ઘટે.’
હાઇકોર્ટે નોંધ્યું છે કે,‘હાલના તબક્કે અમે કમિટીએ જે રીતે રિપોર્ટ તૈયાર કર્યો એના વિશે વધુ કોઇ અવલોકન કરતાં નથી. કેમ કે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું નિવેદન છે કે બંને અધિકારીઓની સામે GAD દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. તેથી હાલ કોર્ટ સરકારને તેમના નિવેદન મુજબ બંને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કરે છે.’
કોટિયાને કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ
ખંડપીઠે આદેશમાં શહેરી વિકાસ અને રાજ્યની તમામ મનપા અને નપા સહિતની જાહેર સંસ્થાઓની કાર્યપદ્ધતિની ટીકા કરતાં નોંધ્યું હતું કે,‘વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવા માટેની જે પદ્ધતિ અપનાવવામાં આવી હતી, એવી જ પદ્ધતિ તમામ મનપા, નપા સહિતના જાહેર સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવતી હોવાનો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો અભિપ્રાય કોર્પોરેશનમાં ચાલતી કાર્યપદ્ધતિને દબાવવાનો પ્રયત્ન છે. એટલું જ નહીં કમિટીના રિપોર્ટ પ્રત્યે અમને સખત વાંધો છે કેમ કે તેમાં કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાકટની ફાળવણીમાં થયેલી ગેરરીતિને કવર અપ કરવાનો છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.