Ahmedabad: દારૂ બનતા પહેલા જ SMCએ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો

મુંબઇથી આવેલુ ઇથેનોલ અથવા તો મિથેનોલ કેમીકલ દારૂ બનાવવામાં કે પછી બીજી કોઇ પ્રવૃતિમાં ઉપયોગ થાય તે પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યુ છે. FSL રીપોર્ટ બાદ SMCએ જપ્ત કરેલુ કેમીકલ ઇથેનોલ છે કે મિથેનોલ છે તેની જાણ થશે પરંતુ, કોઇપણ પ્રકારના લાયસન્સ વગર મુંબઇથી લાવવામાં આવી રહ્યું હતું. જો મિથેનોલ નીકળશે તો ભવિષ્યમાં થનારો લઠ્ઠાકાંડ પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યો છે અને ઇથેનોલ નીકળશે તો પણ દારૂ બનાવવાના કાંડને રોકી લેવામાં આવ્યો છે. મિથેનોલ શરીરમાં જાય એટલે ખતરનાક એસિડિક અસરો શરૂ થાય મિથેનોલ આલ્કોહોલ એ રંગવિહીન અને સળગી શકે એવું ઝેરી કેમિકલ હોય છે. તે મુખ્ય રીતે કાર્બન મોનોક્સાઈડના હાઈડ્રોજન દ્વારા નિર્મિત થાય છે. તેનો ઉપયોગ અન્ય કેટલાક કેમિકલ બનાવવા માટે પણ થતો હોય છે. જેમાં એસેટિક એસિડ, મેથોલ બેનઝોએટ અને અલગ-અલગ પ્લાસ્ટિક બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. જેનો ઈન્ડસ્ટ્રીમાં સોલવન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મિથેનોલ શરીરમાં જાય છે ત્યારે તેની ખતરનાક એસિડિક અસરો શરૂ થાય છે. મિથેનોલ વાળો દારૂ પીધાના અસર શરીરમાં બે કલાક પછી થવા લાગે છે. મોડી રાતે આઇસર ગાડીમાંથી કેમિકલનો જથ્થો જપ્ત કર્યો આ બે કેમિકલ પૈકી એક કેમિકલને મોડી રાતે SMCની ટીમે ગુજરાત બોટલીંગ ક્રોસ રોડ પાસેથી ઝડપી લીધો છે. SMCની ટીમને બાતમી મળી હતી કે, નાગરવેલ રોડ પર આવેલા ગુજરાત બોટલીગ ક્રોસ રોડ પાસે એક આઇસર ગાડી ઉભી છે, જેમાં ગેરકાયદે કેમીકલનો જથ્થો છે. બાતમીના આધારે SMCની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને આઇસર ગાડીમાંથી કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેમીકલ ઇથેનોલ છે કે મિથેનોલ છે તેની ખાતરી કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે. FSL રીપોર્ટ બાદ પર્દાફાશ થશે SMCએ 2100 લીટર કેમિકલ જપ્ત કર્યુ છે જેની કિંમત 79 હજાર રૂપિયા થાય છે. કુલ 20.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરી છે. આજે FSL રીપોર્ટ આવી ગયા બાદ SMCએ જપ્ત કરેલુ કેમીકલ ઇથેનોલ છે કે મીથેનોલ છે તેનો પર્દાફાશ થશે. વટવા GIDCમાં કેમિકલ જવાનું હતું આ મામલે એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યુ છે કે કેમીકલ ઇથેનોલ છે કે મીથેનોલ તેનો રીપોર્ટ એફએસએલ આપશે. આ કેમીકલનો જથ્થો મુંબઇથી આવ્યો હતો અને વટવા જીઆઇડીસીમાં જવાનો હતો. જો મીથેનોલ નીકળે અને તેનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય તો તે લઠ્ઠો બની જાય અને જો ઇથેનોલ હશે તો પણ પ્રોહીબીશનનો ગુનો દાખલ થશે. ગેરકાયદે કેમિકલ હોવાથી તેનો ઉપયોગ બે નંબરના કામ માટે થાય મિથેનોલ અને ઇથેનોલનો જથ્થો રાખવા માટેનું લાયસન્સ હોય છે. જે વ્યકિત પાસે લાયસન્સ વગર મિથેનોલ અને ઇથેનોલનો જથ્થો હોય છે તે બે નંબરના કામ કરવા માટે રાખતો હોય છે. મુંબઇથી ગેરકાયદે રીતે કેમીકલનો જથ્થો આઇસરમાં આવ્યો હતો અને બાપુનગર થઇને વટવા GIDCમાં જવાનો હતો. વટવા GIDCમાં કેમીકલ ગયા બાદ તેનો ઉપયોગ દારૂ બનાવવા માટે કે પછી ઔધીગિક એકમ માટે લેવાનો હતો, તેનો પર્દાફાશ હવે બાપુનગર પોલીસ કરશે. FSL રીપોર્ટ બાદ બાપુનગર પોલીસ આ કેમિકલકાંડમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરશે. મીથેનોલ પીવાથી જોવાની શક્તિ ગુમાવી શકાય જે વ્યક્તિએ મીથેનોલ કેમિકલવાળો દારૂ પીધો હોય તેને અકળામણ અને બેચેની સાથે ઉલટી થાય છે. બાદમાં સખત માથાનો દુખાવો શરૂ થતો હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ લક્ષણોની સાથે જોવાની શક્તિ પણ ગુમાવવાની શરૂઆત થાય છે. જો શરીરમાં ગયેલા કેમિકલનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ કોમામાં જતી રહે છે અથવા મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરની સમસ્યા પણ સર્જાય છે, જેના કારણે તેનું મોત નીપજે છે.

Ahmedabad: દારૂ બનતા પહેલા જ SMCએ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુંબઇથી આવેલુ ઇથેનોલ અથવા તો મિથેનોલ કેમીકલ દારૂ બનાવવામાં કે પછી બીજી કોઇ પ્રવૃતિમાં ઉપયોગ થાય તે પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યુ છે. FSL રીપોર્ટ બાદ SMCએ જપ્ત કરેલુ કેમીકલ ઇથેનોલ છે કે મિથેનોલ છે તેની જાણ થશે પરંતુ, કોઇપણ પ્રકારના લાયસન્સ વગર મુંબઇથી લાવવામાં આવી રહ્યું હતું. જો મિથેનોલ નીકળશે તો ભવિષ્યમાં થનારો લઠ્ઠાકાંડ પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યો છે અને ઇથેનોલ નીકળશે તો પણ દારૂ બનાવવાના કાંડને રોકી લેવામાં આવ્યો છે.

મિથેનોલ શરીરમાં જાય એટલે ખતરનાક એસિડિક અસરો શરૂ થાય

મિથેનોલ આલ્કોહોલ એ રંગવિહીન અને સળગી શકે એવું ઝેરી કેમિકલ હોય છે. તે મુખ્ય રીતે કાર્બન મોનોક્સાઈડના હાઈડ્રોજન દ્વારા નિર્મિત થાય છે. તેનો ઉપયોગ અન્ય કેટલાક કેમિકલ બનાવવા માટે પણ થતો હોય છે. જેમાં એસેટિક એસિડ, મેથોલ બેનઝોએટ અને અલગ-અલગ પ્લાસ્ટિક બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. જેનો ઈન્ડસ્ટ્રીમાં સોલવન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મિથેનોલ શરીરમાં જાય છે ત્યારે તેની ખતરનાક એસિડિક અસરો શરૂ થાય છે. મિથેનોલ વાળો દારૂ પીધાના અસર શરીરમાં બે કલાક પછી થવા લાગે છે.

મોડી રાતે આઇસર ગાડીમાંથી કેમિકલનો જથ્થો જપ્ત કર્યો

આ બે કેમિકલ પૈકી એક કેમિકલને મોડી રાતે SMCની ટીમે ગુજરાત બોટલીંગ ક્રોસ રોડ પાસેથી ઝડપી લીધો છે. SMCની ટીમને બાતમી મળી હતી કે, નાગરવેલ રોડ પર આવેલા ગુજરાત બોટલીગ ક્રોસ રોડ પાસે એક આઇસર ગાડી ઉભી છે, જેમાં ગેરકાયદે કેમીકલનો જથ્થો છે. બાતમીના આધારે SMCની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને આઇસર ગાડીમાંથી કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેમીકલ ઇથેનોલ છે કે મિથેનોલ છે તેની ખાતરી કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે.

FSL રીપોર્ટ બાદ પર્દાફાશ થશે SMCએ 2100 લીટર કેમિકલ જપ્ત કર્યુ છે જેની કિંમત 79 હજાર રૂપિયા થાય છે. કુલ 20.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરી છે. આજે FSL રીપોર્ટ આવી ગયા બાદ SMCએ જપ્ત કરેલુ કેમીકલ ઇથેનોલ છે કે મીથેનોલ છે તેનો પર્દાફાશ થશે.

વટવા GIDCમાં કેમિકલ જવાનું હતું

આ મામલે એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યુ છે કે કેમીકલ ઇથેનોલ છે કે મીથેનોલ તેનો રીપોર્ટ એફએસએલ આપશે. આ કેમીકલનો જથ્થો મુંબઇથી આવ્યો હતો અને વટવા જીઆઇડીસીમાં જવાનો હતો. જો મીથેનોલ નીકળે અને તેનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય તો તે લઠ્ઠો બની જાય અને જો ઇથેનોલ હશે તો પણ પ્રોહીબીશનનો ગુનો દાખલ થશે.

ગેરકાયદે કેમિકલ હોવાથી તેનો ઉપયોગ બે નંબરના કામ માટે થાય

મિથેનોલ અને ઇથેનોલનો જથ્થો રાખવા માટેનું લાયસન્સ હોય છે. જે વ્યકિત પાસે લાયસન્સ વગર મિથેનોલ અને ઇથેનોલનો જથ્થો હોય છે તે બે નંબરના કામ કરવા માટે રાખતો હોય છે. મુંબઇથી ગેરકાયદે રીતે કેમીકલનો જથ્થો આઇસરમાં આવ્યો હતો અને બાપુનગર થઇને વટવા GIDCમાં જવાનો હતો. વટવા GIDCમાં કેમીકલ ગયા બાદ તેનો ઉપયોગ દારૂ બનાવવા માટે કે પછી ઔધીગિક એકમ માટે લેવાનો હતો, તેનો પર્દાફાશ હવે બાપુનગર પોલીસ કરશે. FSL રીપોર્ટ બાદ બાપુનગર પોલીસ આ કેમિકલકાંડમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરશે.

મીથેનોલ પીવાથી જોવાની શક્તિ ગુમાવી શકાય

જે વ્યક્તિએ મીથેનોલ કેમિકલવાળો દારૂ પીધો હોય તેને અકળામણ અને બેચેની સાથે ઉલટી થાય છે. બાદમાં સખત માથાનો દુખાવો શરૂ થતો હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ લક્ષણોની સાથે જોવાની શક્તિ પણ ગુમાવવાની શરૂઆત થાય છે. જો શરીરમાં ગયેલા કેમિકલનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ કોમામાં જતી રહે છે અથવા મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરની સમસ્યા પણ સર્જાય છે, જેના કારણે તેનું મોત નીપજે છે.