Vadodara: વડોદરાના સાવલીમાં નદીમાં ડૂબવાથી એકનું મોત
વડોદરાના સાવલીમાં નદીમાં ડૂબવાથી એકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પોઇચાની મહિસાગર નદીમાં ડૂબવાથી બાંધણી ગામના રહેવાસી અલ્પેશ તળપદાનું મોત નીપજ્યું છે. ભમ્મરઘોડામાં બાધા પૂરી કરી પરત ફરતા સમયે ઘટના બની હતી. વડોદરાના સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં એક વક્તિ ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બાંધણી ગામ તાલુકો પેટલાદ જીલો આણંદનો રેહવાસી મૃતક અલ્પેશ તળપદા ગત રોજ સાવલીના ભમ્મર ઘોડા ખાતે માતાજીના મંદિરે બાધા પૂરી કરીને પરત ફરતા વેળાએ પોઇચા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.સમગ્ર ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ પર દોડી આવી હતી. NDRFની ટીમ દ્વારા ગઈ કાલથી શોધખોળ કરતા આજ રોજ સવારે અલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ જરૂરી પંચકયાસ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદી કિનારે ઉંડા પાણીમાં ન જવા માટેની સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે. આમ છતાં, પિકનિક મનાવવા જતા લોકો નદીના ઉંડા પાણીમાં નાહવા માટે ઉતરે છે, અને મોતને ભેટતા હોય છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સાવલીમાં નદીમાં ડૂબવાથી એકનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પોઇચાની મહિસાગર નદીમાં ડૂબવાથી બાંધણી ગામના રહેવાસી અલ્પેશ તળપદાનું મોત નીપજ્યું છે. ભમ્મરઘોડામાં બાધા પૂરી કરી પરત ફરતા સમયે ઘટના બની હતી.
વડોદરાના સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં એક વક્તિ ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બાંધણી ગામ તાલુકો પેટલાદ જીલો આણંદનો રેહવાસી મૃતક અલ્પેશ તળપદા ગત રોજ સાવલીના ભમ્મર ઘોડા ખાતે માતાજીના મંદિરે બાધા પૂરી કરીને પરત ફરતા વેળાએ પોઇચા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.
સમગ્ર ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ પર દોડી આવી હતી. NDRFની ટીમ દ્વારા ગઈ કાલથી શોધખોળ કરતા આજ રોજ સવારે અલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ જરૂરી પંચકયાસ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદી કિનારે ઉંડા પાણીમાં ન જવા માટેની સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે. આમ છતાં, પિકનિક મનાવવા જતા લોકો નદીના ઉંડા પાણીમાં નાહવા માટે ઉતરે છે, અને મોતને ભેટતા હોય છે.