Vadodara: મોટાફોફળિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ

Nov 2, 2026 - 05:00
Vadodara: મોટાફોફળિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શિનોર તાલુકાના મોટા ફેફ્ળિયા ગામે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ તથા ભવ્ય એકતા પરેડનું મોટા ફેફ્ળિયા સ્થિત શ્રી છોટુભાઈ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળાયું હતું. જે પ્રસંગે શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો, મોટા ફેફ્ળિયાની આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, એનસી પટેલ ભારતીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે મોટા ફેફ્ળિયા ગામમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપતી ભવ્ય એકતા યાત્રા નીકળી હતી. જેમાં પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારત માતા કી જય, વંદે માતરમ્, એક ભારત, શ્રોષ્ઠ ભારત તથા રાષ્ટ્રીય એકતા જિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી સમગ્ર ગામને ગુંજાવી દીધું હતું. ત્યારબાદ શ્રી છોટુભાઈ એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ ખાતે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે વંદે માતરમ્નું ગાન કર્યું હતું. સાથે જ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરાયા હતા. એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનું જીવંત પ્રસારણ નિહાળાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0