Vadodara: માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવો

Aug 6, 2026 - 06:00
Vadodara: માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે અંગે સત્તાધિશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની ફરિયાદો સંભળાતી નથી. જ્યારે પશુપાલકો મનમાની કરી ઢોરોને રખડતા મૂકી દે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થતાં રહે છે. વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા જય અંબે પાસે તેમજ રેલવે સ્ટેશન પાસે પણ સતત વાહન વ્યવહારથી ધમધમે છે. આ સ્થળો ઉપર રસ્તાની વચ્ચે ગાયોનું ટોળુ અડીંગો જમાવીને બેસી જાય છે, તેના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. જેથી વાઘોડિયા નગરમાં કાયદાનો અમલ કરાવી રખડતાં પશુઓને પકડી પાંજરે પૂરવા નગરજનોની માગ કરાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0