Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો અંત લાવવા માટે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામો અને મહત્વના નિર્ણયોમાંથી હવે ભાજપ સંગઠનની ધરખમ બાદબાકી કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે.
30 વર્ષ જૂની પરંપરાનો આવ્યો અંત
વડોદરા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી એક મજબૂત પ્રથા ચાલી આવતી હતી, જેનો હવે સત્તાવાર રીતે અંત આણી દેવાયો છે. અત્યાર સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલાં ભાજપ કાર્યાલય ખાતે ‘સંકલન બેઠક’ યોજાતી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા પર પોતાના વિચારો અને મંતવ્યો મૂકતા હતા. પરંતુ પ્રદેશ ભાજપના નવા આદેશ અનુસાર, હવે ભાજપ કાર્યાલય ખાતે આવી કોઈ સંકલન બેઠક મળશે નહીં.
સ્થાયી સમિતિને જ આખરી સત્તા, CM-DYCM રાખશે સીધી નજર
નવી વ્યવસ્થા હેઠળ હવે વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિને જ તમામ નિર્ણયો લેવાની આખરી અને સર્વોચ્ચ સત્તા સોંપી દેવામાં આવી છે. સંગઠનની દખલગીરી અટકાવવા માટે હવે કોર્પોરેશનના તમામ એજન્ડા સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ને મોકલવામાં આવશે. વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે ચાલતી આંતરિક લડાઈ અને ખેંચતાણને કારણે વિકાસના કામો રૂંધાતા હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી, જેના પગલે પ્રદેશ નેતૃત્વએ આ આકરો કોરડો વીંઝ્યો છે. આ નિર્ણયથી સંગઠનના પંખા કપાયા છે અને ચૂંટાયેલી પાંખ મજબૂત બની છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

