Vadodara: બાપોદમાં SMC નો વિદેશી દારૂના કટિંગ પર મોટો દરોડો, PI અને PSI ની કામગીરી સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો

Aug 23, 2026 - 18:00
Vadodara: બાપોદમાં SMC નો વિદેશી દારૂના કટિંગ પર મોટો દરોડો, PI અને PSI ની કામગીરી સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકની હદમાં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં સફેદ વુડાના મકાન નજીકના એક ગોડાઉનમાં વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મળી હતી. બાતમીના આધારે SMC ની ટીમે સરપ્રાઈઝ રેડ પાડીને ગોડાઉનને કોર્ડન કરી લીધું હતું.

વડોદરાના બાપોદમાં SMC નો મોટો દરોડો

દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 400થી વધુ પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂના આ મોટા જથ્થા સાથે પોલીસે સપ્લાય અને હેરફેર માટે વપરાયેલાં વાહનો પણ જપ્ત કર્યા છે. 4 પેટીથી વધુ દારૂનો જથ્થો હોવાથી કાયદેસરનો ક્વોલિટી કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, જપ્ત કરાયેલો વિદેશી દારૂનો આ મોટો જથ્થો ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર કેસમાં હાલ જામીન પર મુક્ત થયેલા વડોદરાના લિસ્ટેડ બુટલેગર નીલુ સિંધીનો હોવાનું સામે આવ્યું છે. 

ખોડિયારનગરમાં ગોડાઉનમાંથી 400થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપાયો

બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી સંખ્યામાં દારૂનું ગોડાઉન ચાલી રહ્યું હતું અને કટિંગ થતું હતું, છતાં સ્થાનિક પોલીસ કેમ અજાણ રહી? SMC ના દરોડા બાદ સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ છે. હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બાપોદ પોલીસ મથકના PI અને PSI સામે શો-કોઝ નોટિસ કે સસ્પેન્શન સહિતના કેવાં પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે. SMC એ સમગ્ર કેસમાં સંકળાયેલા તમામ મુખ્ય સૂત્રધારો અને દારૂનો જથ્થો પહોંચાડનારા નેટવર્ક સામે કાયદેસરની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Surat: ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલા AP માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો, ડાયરીમાં મળેલા નામથી પોલીસ તપાસ શરુ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0