Vadodara: નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 ઝડપાયા

વડોદારના કપુરાઈ પોલીસ મથકમાં નકલી પોલીસ બનીને આણંદના જમીન માલિકને હનીટ્રેપમાં ફસાવીને તોડ કર્યાની ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમોએ ભારે જહેમત બાદ 5 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.જમીન ખરીદવાના બહાને જમીન દલાલને બોલાવ્યો વડોદરામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમ ઉપરાંત સોશિયલ મીડિયામાં ભોગ બનેલા લોકોની ફરિયાદો દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે આણંદનો જમીન દલાલ પણ ફેસબુકના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને મહિલાને જમીન દલાલ હોવાની જાણ થતાં જ તેણે જમીન ખરીદવી છે, તેવા બહાના હેઠળ વડોદરા બોલાવ્યો હતો. જ્યાં મહિલા અને જમીન દલાલ જમીન જોવા જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં મહિલાના 4 સાગરીતોએ ગાડી રોકાવી હતી અને ચારેય વ્યક્તિઓએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવતા હોવાનો હાઉ ઉભો કર્યો હતો. આરોપીઓએ વીંટી અને રોકડા રૂપિયા પડાવી લીધા નકલી પોલીસે અસલી પોલીસનો રૂવાબ બતાવી જમીન દલાલને તમારા વિરુદ્ધ ગુનાઓ નોંધાયા છે અને તમને પોલીસ મથકે લઈ જવા પડશે તેમ કહી જમીન દલાલને ડરાવ્યો હતો. ત્યારબાદ જમીન દલાલ પાસેથી પહેરેલી વીંટી અને રોકડા રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર પ્રકરણ કપૂરાઈ પોલીસ મથકે પહોંચતા પોલીસે એક્સ્ટોસર મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં શહેરની લોકલ પોલીસ ઉપરાંત એલસીબીની ટીમો પણ આરોપીઓ અને ઝડપી પાડવા કામે લાગ્યા હતા. જેમાં પોલીસે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. પોલીસે 5 આરોપીની કરી ધરપકડ 2 મહિલા સહિત પાંચેય આરોપીઓએ ભેગા મળી આણંદના જમીન દલાલ ફરિયાદી પાસેથી સ્થળ પર કુલ 1 લાખ 10 હજાર રૂપિયા, જેમાં 2000 upi, 98000 બેંક ટ્રાન્સફર અને 10,000 રૂપિયા એટીએમમાંથી અને એક સોનાની વીંટી કઢાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપી પાડેલી મહિલા સહિત પાંચ આરોપીઓમાં કલ્પેશ અગ્રાવત, વૈશાલી પુરાજા, અજય અગ્રાવત, વિનોદ જાદવ અને માયાભાઈ શેયડા જે પૈકી ત્રણ આરોપી સુરતના અને 2 આરોપી રાજકોટ ખાતે રહે છે. જેમાં સુરતનો એક આરોપી સુરતના કતારગામ અને સારોલી પોલીસ મથકમાં હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.

Vadodara: નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદારના કપુરાઈ પોલીસ મથકમાં નકલી પોલીસ બનીને આણંદના જમીન માલિકને હનીટ્રેપમાં ફસાવીને તોડ કર્યાની ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમોએ ભારે જહેમત બાદ 5 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

જમીન ખરીદવાના બહાને જમીન દલાલને બોલાવ્યો

વડોદરામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમ ઉપરાંત સોશિયલ મીડિયામાં ભોગ બનેલા લોકોની ફરિયાદો દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે આણંદનો જમીન દલાલ પણ ફેસબુકના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને મહિલાને જમીન દલાલ હોવાની જાણ થતાં જ તેણે જમીન ખરીદવી છે, તેવા બહાના હેઠળ વડોદરા બોલાવ્યો હતો. જ્યાં મહિલા અને જમીન દલાલ જમીન જોવા જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં મહિલાના 4 સાગરીતોએ ગાડી રોકાવી હતી અને ચારેય વ્યક્તિઓએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવતા હોવાનો હાઉ ઉભો કર્યો હતો.

આરોપીઓએ વીંટી અને રોકડા રૂપિયા પડાવી લીધા

નકલી પોલીસે અસલી પોલીસનો રૂવાબ બતાવી જમીન દલાલને તમારા વિરુદ્ધ ગુનાઓ નોંધાયા છે અને તમને પોલીસ મથકે લઈ જવા પડશે તેમ કહી જમીન દલાલને ડરાવ્યો હતો. ત્યારબાદ જમીન દલાલ પાસેથી પહેરેલી વીંટી અને રોકડા રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર પ્રકરણ કપૂરાઈ પોલીસ મથકે પહોંચતા પોલીસે એક્સ્ટોસર મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં શહેરની લોકલ પોલીસ ઉપરાંત એલસીબીની ટીમો પણ આરોપીઓ અને ઝડપી પાડવા કામે લાગ્યા હતા. જેમાં પોલીસે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

2 મહિલા સહિત પાંચેય આરોપીઓએ ભેગા મળી આણંદના જમીન દલાલ ફરિયાદી પાસેથી સ્થળ પર કુલ 1 લાખ 10 હજાર રૂપિયા, જેમાં 2000 upi, 98000 બેંક ટ્રાન્સફર અને 10,000 રૂપિયા એટીએમમાંથી અને એક સોનાની વીંટી કઢાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપી પાડેલી મહિલા સહિત પાંચ આરોપીઓમાં કલ્પેશ અગ્રાવત, વૈશાલી પુરાજા, અજય અગ્રાવત, વિનોદ જાદવ અને માયાભાઈ શેયડા જે પૈકી ત્રણ આરોપી સુરતના અને 2 આરોપી રાજકોટ ખાતે રહે છે. જેમાં સુરતનો એક આરોપી સુરતના કતારગામ અને સારોલી પોલીસ મથકમાં હની ટ્રેપના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.