Vadodara: ચાણોદ-દરિયાપુરા અને નંદેરિયા-ભીમપુરા માર્ગે ફૂટપાથ પર બોર્ડના દબાણ

Apr 18, 2026 - 07:00
Vadodara: ચાણોદ-દરિયાપુરા અને નંદેરિયા-ભીમપુરા માર્ગે ફૂટપાથ પર બોર્ડના દબાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તીર્થધામ ચાણોદ ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચાર રસ્તા પાસે ચાણોદ-દરીયાપુરા નંદેરીયા ભીમપુરા તરફ જવાના માર્ગ પર ફૂટપાથની જગ્યા ઉપર બોર્ડના દબાણો ખડકાયા હોવાથી રાહદારીઓને ચાલવા મુશ્કેલી થઇ રહી છે. ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનોને જમાવડો વધુ રહેતા રસ્તાની બાજુમાં બોર્ડના જમાવડો હોવાથી રાહદારીઓ વિદ્યાર્થીઓએ નાના ભૂલકાઓએ રસ્તા ઉપર ચાલુ પડે છે. જેથી અકસ્માતની સંભાવના રહે છે.

હાલ ચાણોદ દરિયાપુરા માર્ગ પર નવો આરસીસી રોડ બનેલ હોય જેની વાહનો પુર પાટ તેજ ગતિથી દોડે છે. ત્યારે અહીંથી પસાર થતાં રાહદારીઓને જોખમ તોળાઈ રહ્યું છે. હાલ નવા બનેલા રોડની સાઈડમાં ફૂટપાથનું કામ ચાલે છે.

ત્યારે આ બસ સ્ટેન્ડ પર રોડની સાઈડમાં દબાણ ખુલ્લા કરીને રાહદારીઓ માટે જોખમરૂપ બોર્ડ હટાવી ત્યાં ફૂટપાથ કરીને રાહદારીઓ માટે સુવિધા ઉભી થાય એ જરૂરી છે. વધુમાં ચાણોદથી દરિયાપુરા રોડ પર હાલ નવો આરસીસી રોડ બન્યો છે. ત્યાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં શેષનારાયણ ટેકરો આવેલ છે. જ્યાં ટેકરા પરથી વાહનો ઉતરતા હોય ત્યારે રોડ પરથી તેજ ગતિથી પસાર થતાં વાહનો સાથે અકસ્માત થવાની સંભાવના રહે છે. ત્યારે અહીં મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા વિસ્તારના રહીશોની માગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0