Surat News: ડિંડોલીમાં રૂપિયાની લેતીદેતી મામલે ખેલાયો ખૂની ખેલ, યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવતા ભયનો માહોલ છવાયો છે. ડિંડોલીમાં નજીવી ગણાતી રૂપિયાની લેતીદેતીના મામલે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હુમલાખોરોએ યુવક પર હુમલો કર્યો હતો.
ચપ્પુના ઘા ઝીંકી હત્યારાઓ થયા ફરાર
ઘટનાની મળતી માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી અથવા લેતીદેતી બાબતે તકરાર થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ યુવક પર તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ડિંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
હત્યાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાઓના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : મોટા વરાછામાં ક્રિકેટ રમવા મુદ્દે બેટ-ફટકાથી હુમલો કરનાર મહિલા સહિત 3 ઝડપાયા, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

