Vadodara : ચકચારી દીપેન હત્યા કેસનો આરોપી હાર્દીક પ્રજાપતિ કોર્ટ પરિસરમાંથી પોલીસને ચકમો આપી ફરાર, પોલીસનું નાક કપાયુ

Sep 10, 2025 - 18:00
Vadodara : ચકચારી દીપેન હત્યા કેસનો આરોપી હાર્દીક પ્રજાપતિ કોર્ટ પરિસરમાંથી પોલીસને ચકમો આપી ફરાર, પોલીસનું નાક કપાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ચકચારી દીપેન હત્યા કેસનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે., હાર્દિકને આજે કોર્ટમાં તારીખ હોવાથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારે તે કેન્ટીન પાસે પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાથી વડોદરા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને હત્યારા આરોપીને પકડવા માટે શહેર જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકીંગ અને સઘન નાકાબંધી કરી દેવાઇ છે.

હાર્દિક કેન્ટીનમાં પાણી પીવાના બહાને પોલીસ જાપ્તામાંથી ભાગી છુટ્યો

દીપેન હત્યા કેસના આરોપી હાર્દિક પ્રજાપતિને આજે કોર્ટમાં તારીખ હોવાથી પોલીસ જાપ્તા દ્વારા તેને કોર્ટમાં લવાયો હતો અને તે સમયે હાર્દિક કેન્ટીનમાં પાણી પીવાના બહાને પોલીસ જાપ્તામાંથી ભાગી છુટ્યો હોવાની જાણકારી સામે આવી છે.

દીપેન મુકેશભાઇ પટેલ લાપતો બન્યો હતો

ઉલ્લેખનિય છે કે ગત મે માસમાં વડોદરાના દરજીપુરા વિસ્તારમાં રહેતો દીપેન મુકેશભાઇ પટેલ લાપતો બન્યો હતો જેથી પોલીસે તેની સઘન શોધખોળ કરી હતી. દરમિયાન પોલીસને અનગઢ ગામ પાસે મહિસાગર નદીમાંથી દીપેનની સફેદ કલરની સ્વીફ્ટ કાર મળી હતી. ત્યારબાદ પોલીસે દીપેનની ઉંડી શોધખોળ કરતા કાલોલની કેનાલમાંથી દીપેનનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર રહેલા ટેટૂના આધારે દીપેનની ઓળખ શક્ય બની હતી. હાર્દિક પ્રજાપતિની શંકાના આધારે પૂછપરછ

બીજી તરફ પોલીસે દીપેનના હત્યારાની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન પોલીસે દીપેનના જ મિત્ર એવા અને તેના ઘર પાસે જ રહેતા હાર્દિક પ્રજાપતિની શંકાના આધારે પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતે જ હત્યા કરી હોવાનો ખુલાસો કરી દીધો હતો. હાર્દીક પ્રજાપતિએ પ્રેમસંબંધની અદાવતમાં દીપેનની હત્યા કરી હતી

આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા હાર્દીક પ્રજાપતિએ પ્રેમસંબંધની અદાવતમાં દીપેનની હત્યા કરી હતી. પ્રેમ સંબંધમાં દીપેન આડે આવતો હોવાથી તેણે હાર્દીકની હત્યા કરી હતી. તે દીપેનને લઇને તેની કારમાં ગયો હતો અને ત્યારબાદ તેણે રસ્તામાં કાર રોકાવી મરચાની ભુકી નાખીને દીપેનના ગળા પર કટર ફેરવી દઇ હત્યા કરી હતી અને ત્યારબાદ દીપનનો મૃતદેહ લઇને હાલોલ રોડ તરફ ગયો હતો અને ત્યાં તેણે દીપેનનો મૃતદેહ ફેંકી દીધો હતો અને કારને નદીમાં ફેંકી દીધી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0