Vadodara : કરજણમાં સાધલી રોડ પર અકસ્માતમાં યુવકનું મોત, ઉભેલા ડમ્પર પાછળ બાઈકચાલક અથડાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના કરજણ વિસ્તારમાં સાધલી-કરજણ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત થયું છે.
અકસ્માત ટિંગલોદ ગામ પાસે સર્જાયો
અકસ્માત ટિંગલોદ ગામ પાસે સર્જાયો હતો. બાઈક લઇને જઇ રહલો યુવક રસ્તા પર ઉભેલા ડમ્પરની પાછળ અથડાયો હતો જેમાં તેને ગંભીર ઇજા થતાં મોત થયું હતું
બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
સૂત્રોના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક સચિનકુમાર હરમાનભાઈ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. સ્થાનિક લોકો અને ગામના રહેવાસીઓએ પોલીસને ઘટનાની જાણ આપી હતી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
મૃતકના પિતાએ સાધલી આઉટ પોસ્ટ ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનોમાં આ ઘટનાને પગલે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે..
આ પણ વાંચો---- Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

