Vadodara Rain : સામાન્ય વરસાદમાં જ સનફાર્મા રોડ પર મસમોટો ભૂવો પડ્યો, તંત્રએ બેરિકેડ ગોઠવીને માન્યો સંતોષ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ આજે વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદે જોર વધારતા જ રસ્તાઓ પર ભૂવાઓ દ્રશ્યમાન થઈ રહ્યા છે. સનફાર્મા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. આશરે 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભૂવો રોડ પર પડ્યો છે. ગઈકાલે 5 જૂલાઈએ શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે અને આજે સનફાર્મા રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદનું જોર વધતા જ વડોદરા ખાડોદરામાં પરિવર્તિત થવાની શરૂઆત થઈ ચૂકી છે.
વડોદરાના ડભોઈમાં વરસાદથી હાલાકી
વડોદરાના ડભોઈમાં વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બંબોજ, વીરપુરા, નારણપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. બંબોજ ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ડંગીવાળા, પ્રયાગપુરા, નારણપુરા, મગનપુરા, વીરપુરા, બંબોજ, કરાલીપુરામાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર 3 ફૂટ પાણી ભરાયા છે. જેને લઈને અનેક પરિવારોના જનજીવન પર સીધી અસર પડી છે. ઢાઢર નદી પર ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે.
1 જુલાઈ સુધીમાં AMCના ચોપડે 1,183 ખાડા નોંધાયા
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડા રાજ જોવા મળી રહ્યું છે. બે સારા વરસાદ વરસ્યા બાદ જ શહેર ખાડાવાદ બની ગયું છે. માત્ર 2 વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે. 1 જુલાઈ સુધીમાં AMCના ચોપડે 1,183 ખાડા નોંધાયા હતા. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 1,020 ખાડા પડ્યા હતા. ત્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34, ઉત્તર ઝોનમાં 22 ખાડા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 40, મધ્ય ઝોનમાં 17 ખાડા અને દક્ષિણ ઝોનમાં 50 ખાડા પડ્યા હતા. ગયા વર્ષે 60,000થી વધારે નાના મોટા ખાડા શહેરમાં પડ્યા હતા.
What's Your Reaction?






