Vadodara News: હરણી બોટકાંડના વધુ 11 આરોપીના જામીન મંજૂર

વડોદરા કોર્ટે 11 આરોપીઓના જામીન મંજૂર કર્યા બિનિત કોટિયા, ગોપાલ શાહ, ધર્મીલ શાહને જામીન દિપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશીને જામીન મળ્યા વડોદરા હરણી બોટકાંડના વધુ 11 આરોપીના જામીન મંજૂર થયા છે. જેમાં વડોદરા કોર્ટે 11 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. તેમાં બિનિત કોટિયા, ગોપાલ શાહ, ધર્મીલ શાહને જામીન મળ્યા છે. તેમજ તેમની સાથે દિપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશીને જામીન મળ્યા છે. અગાઉ હાઇકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા અગાઉ હાઇકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. તેમજ કોન્ટ્રાક્ટર નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે. તથા 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓ જામીન પર બહાર છે. મુખ્ય આરોપી પરેશ શાહ, વત્સલ શાહ અને નિલેશ જૈનનો જેલવાસ લંબાયો છે. જાણો શું હતી સમગ્ર ઘટના: વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ કાંડની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડુબી જવાથી મોત થયા હતા. આ પછી તપાસના આદેશો અપાયા અને એફએસએલની ટીમનો અને પોલીસનો રિપોર્ટ સામે આવ્યો હતો. લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યુ હતુ કે, હરણી તળાવ કાંડમાં બોટમાં વજન વધી ગયુ હતુ, જેના કારણે ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઇ હતી. નિયમ પ્રમાણે એક બોટમાં એક ટન જેટલું વજન વહન કરી શકાય છે જ્યારે તે સમયે બોટમાં દોઢ ટનથી વધુ વજન થઇ ગયુ હતુ, જેના કારણે આ ગોઝારી દૂર્ઘટના ઘટી હતી. સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘટેલી આ મોતની ઘટનાને લઇને ચર્ચાઓ થઇ રહી છે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં પ્રવાસે ગયેલા 12 વિદ્યાર્થીઓ સાથે 2 શિક્ષિકાઓના પણ ડુબી જવાથી મોત થયા હતા. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી, ખરેખરમાં, જ્યાં કોઈને બેસાડી ના શકાય ત્યાં દસ વિદ્યાર્થીઓને બેસાડી દીધા હતા. આગળના ભાગે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા, જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી ખાઇ ગઇ હતી. બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝૉન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. 

Vadodara News: હરણી બોટકાંડના વધુ 11 આરોપીના જામીન મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા કોર્ટે 11 આરોપીઓના જામીન મંજૂર કર્યા
  • બિનિત કોટિયા, ગોપાલ શાહ, ધર્મીલ શાહને જામીન
  • દિપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશીને જામીન મળ્યા

વડોદરા હરણી બોટકાંડના વધુ 11 આરોપીના જામીન મંજૂર થયા છે. જેમાં વડોદરા કોર્ટે 11 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. તેમાં બિનિત કોટિયા, ગોપાલ શાહ, ધર્મીલ શાહને જામીન મળ્યા છે. તેમજ તેમની સાથે દિપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશીને જામીન મળ્યા છે. 

અગાઉ હાઇકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા

અગાઉ હાઇકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. તેમજ કોન્ટ્રાક્ટર નિલેશ જૈનના જામીન નામંજૂર થયા છે. તથા 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓ જામીન પર બહાર છે. મુખ્ય આરોપી પરેશ શાહ, વત્સલ શાહ અને નિલેશ જૈનનો જેલવાસ લંબાયો છે.

જાણો શું હતી સમગ્ર ઘટના:

વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ કાંડની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડુબી જવાથી મોત થયા હતા. આ પછી તપાસના આદેશો અપાયા અને એફએસએલની ટીમનો અને પોલીસનો રિપોર્ટ સામે આવ્યો હતો. લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યુ હતુ કે, હરણી તળાવ કાંડમાં બોટમાં વજન વધી ગયુ હતુ, જેના કારણે ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઇ હતી. નિયમ પ્રમાણે એક બોટમાં એક ટન જેટલું વજન વહન કરી શકાય છે જ્યારે તે સમયે બોટમાં દોઢ ટનથી વધુ વજન થઇ ગયુ હતુ, જેના કારણે આ ગોઝારી દૂર્ઘટના ઘટી હતી.

સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘટેલી આ મોતની ઘટનાને લઇને ચર્ચાઓ થઇ રહી છે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં પ્રવાસે ગયેલા 12 વિદ્યાર્થીઓ સાથે 2 શિક્ષિકાઓના પણ ડુબી જવાથી મોત થયા હતા. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી, ખરેખરમાં, જ્યાં કોઈને બેસાડી ના શકાય ત્યાં દસ વિદ્યાર્થીઓને બેસાડી દીધા હતા. આગળના ભાગે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા, જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી ખાઇ ગઇ હતી. બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝૉન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.