Vadodara News: સાવલીના આસોજમાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવતા સાવલી તાલુકાના આસોજ ગામે ચાલી રહેલા નકલી ચલણી નોટોના રેકેટને ઝડપી પાડ્યું છે. ભાડાના મકાનમાં અત્યાધુનિક સાધનોની મદદથી 500ના દરની હૂબહૂ નકલી નોટો છાપવામાં આવતી હતી.
સાવલીના આસોજ ગામે LCBની રેડ
આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે આસોજ ગામમાં એક શાંત રહેણાંક મકાન ભાડે રાખ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય. દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ, શાહી અને નોટો કાપવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલી નોટો જોતા માલૂમ પડ્યું છે કે, આરોપીઓ 500ના દરની એવી નોટો છાપતા હતા જે દેખાવમાં હૂબહૂ અસલી જેવી જ લાગતી હતી.
500ના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી
પોલીસે આ કૌભાંડના મુખ્ય બે સૂત્રધારોને ઘટનાસ્થળેથી દબોચી લીધા છે. તેમની પાસેથી 500ના દરની તૈયાર નકલી નોટોનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે: આ લોકોએ અત્યાર સુધી બજારમાં કેટલી નકલી નોટો ફરતી કરી છે? નકલી નોટ છાપવા માટેનો ખાસ કાગળ ક્યાંથી મેળવવામાં આવતો હતો?
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

