Vadodara News: શહેરમાં ખાડા અને વર્ષો જૂના બેરિકેડ્સથી લોકો ત્રાહિમામ, સ્થાનિકોમાં ભારે રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં માર્ગોની અત્યંત દયનીય સ્થિતિ અને તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રાસી ગઈ છે.ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓ અને વર્ષો જૂના બેરિકેડ્સને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.હરિનગર બ્રિજ સહિતના મુખ્ય વિસ્તારોમાં રોડ પર પડેલા ભૂવા અને સમારકામના અધૂરા કામોને લીધે વાહનચાલકો રોંગ સાઈડમાં જવા મજબૂર બન્યા છે, જેના કારણે મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.
સામાન્ય પ્રજા માટે અવરજવર મુશ્કેલ બની ગઈ
શહેરના અનેક મહત્વના માર્ગો પર લાંબા સમયથી મૂકાયેલા બેરિકેડ્સ હટાવવામાં ન આવતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો બે-બે વર્ષ વીતી જવા છતાં બેરિકેડ્સ યથાવત રહેતા સામાન્ય પ્રજા માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ગંભીર બાબત તો એ છે કે આ ભયાનક ટ્રાફિક જામ અને અડચણોના કારણે એમ્બ્યુલન્સ જેવી અત્યાવશ્ય અને ઈમરજન્સી સેવાઓને પણ સમયસર પહોંચવામાં મોટી અસર થઈ રહી છે જેનાથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
સમારકામના મોટા દાવા કરવામાં આવે છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે રોડના ખાડા પૂરવા અને સમારકામના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત જોતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકો આક્રોશ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલે છે અને પ્રજાની પાયાની સમસ્યાઓ ઉકેલવામાં તંત્રની કામગીરી નહિવત કે ઝીરો સમાન છે. વડોદરાના નાગરિકો વહેલી તકે આ અડચણો દૂર કરી યોગ્ય અને ગુણવત્તાસભર રસ્તાઓ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ CJP Protest: એક વર્ષ સુધી કોઈપણ શાંતિ ભંગ ન થવી જોઈએ... આ શરત પર અભિજીત, આશુતોષ અને સૌરવ દાસને કર્યા મુક્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

