Vadodara News: વાઘોડિયાના ગુતાલમાં પ્રેમપ્રકરણમાં મહિલાની દારૂણ હત્યા, 12 ગુનાનો આરોપી વિષ્ણુ મકવાણા ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામેથી ગત 26 ઓગસ્ટના રોજ એક ખેતરની અવાવરું ઓરડીમાંથી મહિલાનો અર્ધસળગેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરતા મૃતક મહિલાની ઓળખ સાવલીના લક્ષ્મી રોહિત તરીકે થઈ હતી.
કંપનીમાં સાથે કામ કરતા-દોઢ મહિના પહેલાં થયો હતો પ્રેમ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક લક્ષ્મી રોહિત અને સાવલીનો આરોપી વિષ્ણુ મકવાણા મંજૂસર સ્થિત એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. સાથે કામ કરતી વખતે જ બંને વચ્ચે પરિચય થયો હતો અને છેલ્લાં દોઢ મહિનાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ગત 25 ઓગસ્ટના રોજ લક્ષ્મી પોતાના પ્રેમી વિષ્ણુની બાઇક પર બેસીને ગુતાલ ગામે આવી પહોંચી હતી.
ઝઘડો થતાં ધારિયાના ઘા ઝીંકી કરી હત્યા
ગુતાલ ગામ પાસે આવેલા એક અવાવરું સ્થળે કોઈ બાબતે વિષ્ણુ અને લક્ષ્મી વચ્ચે તીવ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આવેશમાં આવેલા વિષ્ણુ મકવાણાએ ધારિયા જેવા તીક્ષ્ણ શસ્ત્ર વડે લક્ષ્મી પર તાબડતોબ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહને સંતાડવા માટે ખેતરની ઓરડીમાં મૂકી ઉપર ઘાસ પાથરી દીધું હતું.
પકડાઈ જવાના બીકે મૃતદેહ સળગાવ્યો
પાપ છુપાવવા અને પકડાઈ જવાના ડરથી આરોપી વિષ્ણુએ મૃતદેહ પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, પોલીસ તપાસમાં પોતાની ઓળખ ન છતી થાય અને પોલીસ ગેરમાર્ગે દોરાય તે માટે તેણે બાઇક અને મોબાઇલ પણ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપી સામે અગાઉથી નોંધાયેલા છે 12 ગુના
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સાવલીના રીઢા આરોપી વિષ્ણુ મકવાણાની અટકાયત કરી કડક પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી વિષ્ણુ મકવાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી તેજ કરી છે.
આ પણ વાંચો - Vadodara ઝોન-2 પોલીસે 31 લાખનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી નષ્ટ કર્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

