Vadodara News : વડોદરામાં 5 અને 6 ઓગસ્ટે રહેશે પાણીકાપ, મહીસાગરની લાઈનથી નવી ફીડર લાઈન જોડાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં 5 અને 6 ઓગસ્ટના રોજ પાણી કાપ રહેશે તેવી માહિતી વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે આપી છે. મહીસાગરની લાઈનથી નવી ફીડર લાઈન જોડાશે તેને લઈ પાણીકાપ રહેશે, તો નવી પાઈપલાઈન નાખવાની કામગીરીને કારણે પાણી પુરવઠો બંધ રહેશે, વડોદરાના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સૌથી વધારે અસર થશે પાણીને લઈ.
વડોદરાના 10 લાખ લોકોને નહી મળે પાણી
5 અને 6 ઓગસ્ટના રોજ વડોદરામાં પાણી પુરવઠો બંધ રહેશે અને 7 ઓગસ્ટથી ફરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે, 5 ઓગસ્ટના રોજ સવારે પાણી વિતરણ કરવામાં આવશે અને 5 ઓગસ્ટની સાંજથી પાણી પુરવઠો બંધ કરવામાં આવશે, આ કામગીરી બે દિવસ ચાલશે અને 7 ઓગસ્ટથી ફરી નિયમિત પાણી મળશે, મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની 1354 મીમી વ્યાસની ફીડર નળીને નવી 1524 મીમી વ્યાસની ફીડર નળી સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.
જાણો વડોદરાના આ વિસ્તારમાં પાણી પુરવઠાની અસર થશે
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, એરપોર્ટ બૂસ્ટર, કારેલીબાગ, બકરાવાડી, ખોડિયારનગર, આજવા, વારસીયા, વ્હીકલપુલ, નવલખી, દરજીપુરા, જુની ઘડી, ફતેપુરા, નવી ધરતી, સાધનાનગર, નોર્થ હરણી, પૂનમનગર, સમા, સયાજીબાગ, જેલ રોડ, લાલબાગ ટાંકી, નાલંદા ટાંકી, પાણીગેટ ટાંકી વિસ્તારમાં પાણીન થશે અસર.
What's Your Reaction?






